પાકિસ્તાનના રસ્તે આગળ વધતા બાંગ્લાદેશ દેવાના ડુંગર નીચે દબાયું
બાંગ્લાદેશ છેલ્લા ઘણા વર્ષોથી વધતા જતા બાહ્ય દેવાના દબાણનો સામનો કરી રહ્યું છે. સરકારે વિદેશી લોનની મદદથી મોટા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. આમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ, મેટ્રો રેલ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ ટર્મિનલ, પાણીની અંદરની ટનલ અને એલિવેટેડ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. આમાંના ઘણા પ્રોજેક્ટ્સની ચુકવણી પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, જ્યારે અન્ય ઘણા માટે ચૂકવણી નિકટવર્તી છે.
Live Tv
Junagadh: ATM મા રૂપિયા જમા કરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી
Junagadh: જૂનાગઢમાં ATM મા રૂપિયા જમા કરાવવા આવતા લોકો પાસેથી રોકડ રૂપિયા લઈ ટ્રાન્ઝેક્શનનો મેસેજ બતાવી છેતરપિંડી કરનાર યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં પોતાના મોજશોખ ખાતર અમદાવાદ, સુરત, રાજકોટ તથા જૂનાગઢ જેવા શહેરોમાં અંદાજીત બાર જેટલા લોકોને છેતરી અંદાજીત રૂપિયા 70 હજારથી વધુ રકમની છેતરપિંડી કર્યાની આરોપી રૂદ્ર અશોકભાઈ સાવજે કબુલાત કરી છે.
UP ના ચકચારી સિરપ કાંડની તપાસ કરશે SIT, 128 FIR દાખલ
ડીજીપી રાજીવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, આ બાબતે સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. કોઈ પણ મેડિકલ સ્ટોર માલિકને ફક્ત આ સીરપ વેચવા બદલ હેરાન કરવામાં આવી રહ્યા નથી. જો આ સીરપ ડ્રગના ઉપયોગ માટે દાણચોરી કરવામાં આવી રહી હોય, તો તે ગુનો ગણાશે. આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનના રસ્તે આગળ વધતા બાંગ્લાદેશ દેવાના ડુંગર નીચે દબાયું
બાંગ્લાદેશ છેલ્લા ઘણા વર્ષોથી વધતા જતા બાહ્ય દેવાના દબાણનો સામનો કરી રહ્યું છે. સરકારે વિદેશી લોનની મદદથી મોટા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. આમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટ, મેટ્રો રેલ, પાવર પ્લાન્ટ, એરપોર્ટ ટર્મિનલ, પાણીની અંદરની ટનલ અને એલિવેટેડ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે. આમાંના ઘણા પ્રોજેક્ટ્સની ચુકવણી પહેલાથી જ શરૂ થઈ ગઈ છે, જ્યારે અન્ય ઘણા માટે ચૂકવણી નિકટવર્તી છે.
અભિનેત્રી રેખાએ મહિલા ચાહકને ધકેલી, લોકોએ કહ્યું, 'જયા બચ્ચનનો રોગ લાગ્યો'
આ ઘટનામાં રેખા ખૂબ જ આક્રમક દેખાઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. 75 વર્ષીય અભિનેત્રી ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહી હતી. તેણી ધીમી પડી હોય તેવું લાગતું નહતું. કેમેરામાં સ્પષ્ટપણે દેખાય છે કે, તે હસતા મોંઢે સ્થિતિમાં આગળ વધી રહી છે. બાદમાં, પાપારાઝીને જોઈને, તેણીએ સ્મિત કર્યું, અને હાથ હલાવ્યો, અને પોતાની કાર તરફ ગઈ હતી.
Junior Women Hockey World Cup : ભારતની દમદાર વાપસી, વેલ્સને 3-1 થી હરાવ્યું
ભારત પ્રથમ ક્વાર્ટરની અંતિમ ક્ષણોમાં ગોલ કરવામાં સફળ રહ્યું હતું. સાક્ષી રાણાના પાસ પર હીનાએ ગોલ કર્યો હતો. પોતાની લીડ બમણી કરવા માંગતા ભારતે બીજા ક્વાર્ટરની શરૂઆતમાં બીજો પેનલ્ટી કોર્નર મેળવીને દબાણ જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમે સતત તકો બનાવી, જે ત્યારે સફળ રહી જ્યારે રાણાના શોટથી સુનલિતાએ શોટને કન્વર્ટ કરવામાં કોઈ ભૂલ કરી નહીં. ભારતે હાફ ટાઇમ સુધીમાં 2-0ની લીડ મેળવી હતી.
RBIએ ઝીરો બેલેન્સ ખાતાના નિયમો બદલ્યા: હવે 7 સુવિધાઓ ફ્રી મળશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ઝીરો બેલેન્સ ખાતા (Basic Savings Account)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. હવે બેંકોએ ATM કાર્ડ ફી, 25 પાનાની ચેકબુક, અને ડિજિટલ બેન્કિંગ સહિતની 7 સુવિધાઓ મફત આપવી પડશે. જો ગ્રાહક વિનંતી કરે તો 7 દિવસમાં સામાન્ય ખાતું આ ખાતામાં બદલવું પડશે. RBIએ બેંકોના આવક આધારિત શરતોના સૂચનો પણ નામંજૂર કર્યા છે.
Uttar Pradesh : જાલૌન, ઉત્તરપ્રદેશ પોલીસકર્મીના મોતનું રહસ્ય મૌન!
ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે.
નારંગીની છાલ કચરો નહીં પણ કામની વસ્તુ છે, આ રીતે કરો સદુપયોગ
મોટાભાગના લોકો નારંગીને ખાધા પછી તેની છાલને ફેંકી દે છે. પરંતુ તમે નારંગીની છાલનો ઉપયોગ કરીને ઘરે ફેસ પેક પણ બનાવી શકો છો. હકીકતમાં, નારંગીની છાલથી બનેલો ફેસ પેક શિયાળામાં ત્વચાને નરમ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. નારંગીની છાલમાં વિટામિન સી, એન્ટી ઑકિસડન્ટ અને ત્વચાને ચમકદાર બનાવવાના ગુણ હોય છે, જે ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. અને ત્વચાને નરમ અને તાજી બનાવે છે.
દેવી-દેવતાઓનો વાસ ધરાવતા આ ઝાડને પૂજવું ફળદાયી, આજે જ જાણી લો
તુલસીની જેમ, શમીનું વૃક્ષ પણ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેના પાંદડા, લાકડું અને મૂળનો ઉપયોગ તમામ ધાર્મિક વિધિઓમાં થાય છે. ભગવાન શિવ, ભગવાન ગણેશ અને શનિદેવને શમીના પાન ચઢાવવાને ખાસ કરીને શુભ માનવામાં આવે છે. શનિ સંબંધિત કષ્ટોથી પીડાતા લોકો માટે આ વૃક્ષ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શનિવારે શમી વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી દુઃખ દૂર થાય છે
DRDO નો કમાલ, સેનાનું વિમાન આકાશમાં આકાર બદલે તેવી સિદ્ધી મેળવી
ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ હાઇ-ટેક ફાઇટર જેટ મોર્ફિંગ વિંગ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, દુશ્મનો આપણી ગતિવિધિઓ શોધી શકશે નહીં. મોર્ફિંગ વિંગ ટેકનોલોજીમાં એક મોટી સફળતા એ છે કે, વિમાન ઓપરેશન દરમિયાન ક્ષણભરમાં તેમના પાંખોનો આકાર બદલી શકે છે. આ ક્ષમતાનું પરીક્ષણ અગાઉ NASA, Airbus અને DARPA જેવી વૈશ્વિક કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Ahmedabad : દુષ્કર્મનાં આરોપીએ હેડ કોન્સ્ટેબલ પર કાચના ટુકડાથી હુમલો કર્યો, PI સાથે ઝપાઝપી કરી!
દાણીલીમડામાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરવાનાં આરોપ હેઠળ ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગાર આરોપી મોઈનુદ્દીનની ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે આરોપીને સાથે રાખી રી-કન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી રહી હતી ત્યારે આરોપીએ કાચના ટુકડાથી હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો અને પીઆઈ સાથે ઝપાઝપી કરી હતી. સ્વબાચાવમાં PI એ આરોપીનાં પગમાં ગોળી મારી હતી. હાલ, ઘાયલ આરોપી અને હેડ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે.









