શાહપુરમાં ખેલાયો ખૂની ખેલ, પત્નિના પ્રેમીએ હુમલો કરતા યુવકનું મોત
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અને હત્યા પાછળનું કારણ તેના ભાઈની પત્નીના એક યુવક સાથેના આડાસંબંધ હોવાનું ખુલ્યું છે. આ મામલે શાહપુર રંગીલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા કવાયત તેજ કરી છે.શાહપુરમાં રહેતા મોહમદ ફરીદ કુરેશીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી એસી, ટીવી, ફ્રીઝ, શુઝ વગેરેનો હોલસેલમાં વેપાર કરે છે. આ ય
Advertisement
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. અને હત્યા પાછળનું કારણ તેના ભાઈની પત્નીના એક યુવક સાથેના આડાસંબંધ હોવાનું ખુલ્યું છે. આ મામલે શાહપુર રંગીલા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપીઓને પકડવા કવાયત તેજ કરી છે.
શાહપુરમાં રહેતા મોહમદ ફરીદ કુરેશીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી એસી, ટીવી, ફ્રીઝ, શુઝ વગેરેનો હોલસેલમાં વેપાર કરે છે. આ યુવકના લગ્ન વર્ષ 2016માં ગુલફીસા બાનુ નામની યુવતી સાથે થયા હતા. જોકે, ગુલફીસા બાનુને બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતા બિલાલ કુરેશી નામના એક વ્યક્તિ સાથે આડાસંબંધ હોવાથી અઢી મહિના પહેલા છૂટાછેડા આપી દીધા હતા. જે બાબતની અદાવત રાખીને બિલાલ કુરેશી અને તેના પિતા સાથે ફરિયાદીને બે ત્રણ વખત બોલાચાલી અને ઝઘડો થતા તેઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
રવિવારે ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે બપોરના સમયે આ ઝઘડાની અદાવત રાખીને પૂર્વ પત્નિ સાથે આડા સંબંધ રાખનાર બિલાલ કુરેશી તેના હાથમાં છરી લઈને તેમજ તેના કાકાનો દીકરો મુદદુસીર ઉર્ફે મુદદુ કુરેશી અને તેના મામા ઈમરાન ઉર્ફે અમુલ કુરેશી અને તેના પિતા ઉસ્માન કુરેશી હાથમાં લાકડાનો ડંડો લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને તેના વાહનમાં તોડફોડ કરી હતી. જે બાદ આરોપીઓએ ફરીદ કુરેશીને ઘરની બહાર બોલાવી, તુમ હમારી આંખ સે આંખ ક્યુ મિલાતે હો, તુમ હમારે ઘરકી લડકીયા કે સામને ક્યું દેખતા હૈ, તેમ કહીને આજે તો આને મારી નાખવો છે તેવુ કહીને જીવલેણ હુમલો કર્યો હતો. ફરીદ કુરેશીએ બુમાબુમ કરતા તેના માતા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો.
ફરિયાદીનો મોટો ભાઈ વચ્ચે પડતા તેને આરોપીઓએ પકડી રાખી બિલાલે છરીથી ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો, જેથી તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો. આ દરમિયાન બિલાલના પિતાએ ફરિયાદીને લાકડાના ડંડા વડે માર મારતા બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન અબ્દુલ કાદરનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


