Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એલિસબ્રીજમાં 12 લાખની લૂંટ, લૂંટારાઓને પકડવા પોલીસના ધમપછાડા

રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક તરફ સમગ્ર શહેર પોલીસ એલર્ટ મોડ ઉપર છે. જો કે પોલીસ એલર્ટ હોવા છતાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 લાખની લૂંટ થતાં પોલીસની આબરુના ધજાગરા ઉડી ગયા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલનો કર્મચારી હોસ્પિટલના રૂપિયા લઈને આંગડિયા પેઢીમાંથી નીકળ્યો ત્યારે રેકી અને પીછો કરી બે લોકોએ લૂંટી લીધો હતો.  શહેરના એલિસબ્રà
એલિસબ્રીજમાં 12 લાખની લૂંટ  લૂંટારાઓને પકડવા પોલીસના ધમપછાડા
Advertisement
રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક તરફ સમગ્ર શહેર પોલીસ એલર્ટ મોડ ઉપર છે. જો કે પોલીસ એલર્ટ હોવા છતાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 લાખની લૂંટ થતાં પોલીસની આબરુના ધજાગરા ઉડી ગયા છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ખાનગી હોસ્પિટલનો કર્મચારી હોસ્પિટલના રૂપિયા લઈને આંગડિયા પેઢીમાંથી નીકળ્યો ત્યારે રેકી અને પીછો કરી બે લોકોએ લૂંટી લીધો હતો. 
 શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગામ બસ સ્ટેન્ડ નજીકમાં જ આવેલી એક ખાનગી હોસ્પિટલનો કર્મચારી નવરંગપુરા ખાતેની એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા 12 લાખ 94 હજાર રોકડા લઈને પરત આવી રહ્યો હતો તે સમયે અજાણ્યા વાહનચાલકોએ તેની સાથે અકસ્માત કરી અને તકરાર કરી હતી.માદલપુર ગામ પાસે આ સમય દરમ્યાન અન્ય એક બાઇક પર આવેલા બે શખ્સ હોસ્પિટલના કર્મચારીના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ છીનવીને નાસી છૂટયા હતા. આ બાબતે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ ઊંઘમાંથી ઉઠીને દોડતી થઈ હતી.
રથયાત્રાના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી છે સામાન્ય રીતે રથયાત્રા નજીક આવતી હોય છે ત્યારે શહેર પોલીસ વિભાગ દ્વારા વિસ્તારોમાં નાઈટ પેટ્રોલીંગ વધારી દેવામાં આવતું હોય છે. એલિસબ્રિજ વિસ્તારમાં બનેલી લૂંટના પગલે સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ તો કરી દીધી છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે પરંતુ આરોપીઓની કોઈ ભાળ હજુ સુધી પોલીસને મળી નથી.
 ઓઢવમાં 50 લાખની લૂંટ, એલિસબ્રિજમાં હત્યા, હત્યાની કોશિશ અને હવે લૂંટ, એરપોર્ટમાં ફાયરિંગ ની ઘટનાએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે.ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ ગુનેગારો પર વોચ રાખી રહી હોવાની વાત ક્યાંક હવામાં ગોળીબાર જેવી લાગી રહી છે. જો હકીકતમાં રથયાત્રા પૂર્વે પોલીસ એક્ટિવ હોય તો આ બનાવ બનતા અટકાવી શકી હોત તેવો ગણગણાટ શરૂ થયો છે.
એલિસબ્રિજની લૂંટની ઘટનામાં ચાર થી પાંચ લોકો હોવાનું પોલીસ માની રહી છે. એક તરફ ખોટી નંબર પ્લેટ ફૂટેજમાં દેખાય છે. લૂંટારુઓ હેલ્મેટ પહેરીને આવ્યા હોવાથી પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે. હજી તો ઓઢવ લૂંટ કેસના ગુનેગારો પોલીસના હાથે લાગ્યા નથી ત્યાં તો એલિસબ્રિજ વિસ્તારમાં ફરી એક વખત રૂપિયા 12 લાખથી વધુની લૂંટની ઘટનાથી પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.
Tags :
Advertisement

.

×