Gujarat રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોના છે નામ
- 159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું
- પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા
- રાજ્યના DGP વિકાસ સહાયે કર્યો આદેશ
ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં 159 PSIને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં 159 PSIને બઢતી સાથે PI તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન સાથે મૂળ સ્થાને યથાવત્ રખાયા છે. રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ કર્યો છે. અગાઉ 234 PSIને PIનું પ્રમોશન મળ્યું હતું.
આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી
રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી પીએસઆઇને વગર પરીક્ષાએ પીઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
આ પણ વાંચો: Business News : 11 મહિનામાં 10 ગણું વળતર...4 વર્ષમાં 54 ગણું વળતર, હવે કંપની માટે મર્જરનો પ્રસ્તાવ આવ્યો