16 વર્ષની સગીરાને ફસાવી યુવકે દુષ્કર્મ કર્યુ
16 વર્ષની સગીરાને ફસાવી યુવકે પીંખીઅમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષિત હોવાનુ કહેવાય છે, પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. ચાંદખેડામાં રહેતી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેમાં સગીરા ચાંદખેડામાં એક દુકાનમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા સગીરાની માતા રાત્રે ઘરે સુતા હતા, ત્યારે ઘરે 4 યુવકો આવ્યા હતાં અને તેઓએ દિકરીને તારા લીધે અમારા દીકરાએ ફીનાઇલ પી લીધું તેવુ જણાવી ઝગડો àª
16 વર્ષની સગીરાને ફસાવી યુવકે પીંખીઅમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષિત હોવાનુ કહેવાય છે, પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. ચાંદખેડામાં રહેતી 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. જેમાં સગીરા ચાંદખેડામાં એક દુકાનમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા સગીરાની માતા રાત્રે ઘરે સુતા હતા, ત્યારે ઘરે 4 યુવકો આવ્યા હતાં અને તેઓએ દિકરીને તારા લીધે અમારા દીકરાએ ફીનાઇલ પી લીધું તેવુ જણાવી ઝગડો કર્યો હતો. જેથી મહિલાએ આ મામલે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું કે બે મહિના પહેલા તે નોકરીએ જતી વખતે એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બન્ને સોશિયલ મીડિયા થકી સંપર્કમા રહેતા હતાં. યુવકે સગીરાને મળવાનું કહેતા તેણે ના પાડતા યુવકે સગીરાની માતાને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરા ગભરાઈ જતા તે યુવકને મળવા ગઈ હતી.
સીસીટીવીનું રેકોર્ડિંગ ઘરે બતાવી દેવાની ધમકી
યુવક સગીરાને લઈને મોલમાં ગયો હતો અને પછી ફરી વાર સગીરાને મળવા બોલાવી ગોતામાં ગોદરેજ ગાર્ડન સીટી ખાતે તેના મિત્રના ઘરે લઈ ગયો હતો. જ્યાં પ્રેમીએ સગીરા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને મિત્રનાં ઘરમાં સીસીટીવી લાગ્યા છે જેથી આ વાતની કોઈને જાણ કરીશ તો સીસીટીવીનું રેકોર્ડિંગ ઘરે બતાવી દેવાની ધમકી દુષ્કર્મ ગુજારી સગીરાના નોકરીનાં સ્થળે સગીરાને મૂકીને જતો રહ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી 15 હજાર રૂપિયાની માંગણી
થોડા સમય બાદ સગીરાના પ્રેમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સગીરાને મેસેજ કરી 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને પૈસા નહિ આપે તો સગીરા સાથેનાં દુષ્કર્મનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી સગીરા ડરી જતા તેણે ઘરમાં કોઈને જાણ ન થાય તેમ સાડા ચાર હજાર રૂપિયા યુવકને આપ્યા હતાં, છતાંય યુવકે સગીરા પાસે વધુ પૈસાની માંગણી કરતા તેણે 8 હજારની કિંમતની પોતાની બે ચાંદીની પાયલ પણ આપી દીધી હતી.
પ્રેમીને પરિવારજનોએ વતનમાં મોકલી દીધો
થોડા સમય બાદ સગીરાએ સગીરાએ પ્રેમીને ફોન કરતા તેનાં મિત્રએ ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે, ઘરમાં ઝધડો થયો હોવાથી તેના પ્રેમીને પરિવારજનોએ વતનમાં મોકલી દીધો છે. જે બાદ રાતનાં સમયે અચાનક સગીરાના ઘરે અને નોકરીનાં સ્થળે જઈને આરોપી યુવકનાં પિતા, કાકા, કાકાના દીકરા અને મિત્ર એમ 4 લોકોએ બબાલ કરી હતી.અંતે આ મામલે સગીરાનાં માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Advertisement