અમદાવાદમાં EKYC માટે વૃદ્ધને 20 રુપિયાનું ટ્રાંઝેક્શન કરવાનું કહ્યું, બાદમાં 2.48 લાખ ઉપાડી લીધા
દિવસેને દિવસે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં વધુ એક આ પ્રકારની ઘટના બની છે. જેમાં શહેરમાં રહેતા એક વૃદ્ધ દંપતીને અજાણ્યા શખ્સે સીમકાર્ડમાં EKYC કરવાનું કહીને 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાાદ વૃદ્ધના અલગ અલગ ખાતામાંથી 2.48 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જે અંગ
05:41 PM Jun 13, 2022 IST
|
Vipul Pandya
દિવસેને દિવસે સાયબર ક્રાઇમ અને સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં વધુ એક આ પ્રકારની ઘટના બની છે. જેમાં શહેરમાં રહેતા એક વૃદ્ધ દંપતીને અજાણ્યા શખ્સે સીમકાર્ડમાં EKYC કરવાનું કહીને 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું હતું. બાદમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાાદ વૃદ્ધના અલગ અલગ ખાતામાંથી 2.48 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જે અંગે વૃદ્ધે પોલસ ફરિયાદ કરી છે.
મળતી માહિતી પ્રમાણે નારણપુરામાં રહેતા 65 વર્ષના નલીનભાઈએ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નંબર પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે તમારા સીમકાર્ડનું EKYC કરવાનું છે. આ કરવા તમારે 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. એટલું કહીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેનો પિન નંબર માંગ્યો હતો. જે પિન આપવાની ના પાડતા બેન્ક એકાઉન્ટની વિગત એપ્લિકેશનમાં નખાવી હતી. ત્યારબાદ નલિનભાઈના પત્નીના એકાઉન્ટમાંથી 20 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું.
બાદમાં તે જ એકાઉન્ટમાંથી 40,000નું ટ્રાન્ઝેક્શન થયું હતું. નલિનભાઈના ક્રેડીટ કાર્ડમાંથી પણ 1,83,819 રૂપિયા ઉપડી ગયા હતા. આમ દંપતીના એકાઉન્ટમાંથી 2,48,819 રૂપિયા ઉપડી ગયા હતા. જે મામલે નલિનભાઈએ ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Next Article