Harshad Mata Temple અને ઉપરકોટનો થશે કાયાકલ્પ, જાણો શું છે પ્લાન?
Dang Darbar 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે યાત્રાધામો અને પ્રવાસન સ્થળો માટે રૂ. 28.68 કરોડના વિકાસલક્ષી કામોને મંજૂરી આપી છે. જેમાં હર્ષદ માતા મંદિર માટે રૂ. 20.09 કરોડ, ઉપરકોટ કિલ્લો, ગોધરા ગાંધી આશ્રમ અને ડાંગ દરબાર-2026 માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરશે.
Advertisement
- રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે વિકાસ કામોને મંજૂરી
- એક જ દિવસમાં 28.68 કરોડના કામોને મંજૂરી
- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીનો વિકાસલક્ષી નિર્ણય
- જૂનાગઢ ઉપરકોટ કિલ્લા અને હર્ષદ માતા મંદિર માટે કરોડોની ફાળવણી
- ટોડા બહુચરાજી અને ખોડિયાર મંદિરે સોલાર, સત્સંગ હોલ અને પાર્કિંગ સુવિધા
- ગોધરાના ઐતિહાસિક ગાંધી આશ્રમના નવીનીકરણ માટે 3.36 કરોડની ગ્રાન્ટ
- ઘાટકેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવાનો નિર્ણય
Harshad Mata Temple: ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને (Historical Heritage) વૈશ્વિક ફલક પર ચમકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghavi) દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે એક જ દિવસમાં રૂ. 28.68 કરોડના કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યમાં ધાર્મિક પ્રવાસન (Religious Tourism) ને મોટો વેગ મળશે.

