ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ફરી એકવાર MD ડ્રગ્સ સાથે એક મહિલા સાથે મુંબઈના 3 લોકો પકડાયા

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ CTM પાસે 39 લાખના એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત મુંબઈના ત્રણ લોકો પકડાયા હતા. રામોલ પોલીસની ટીમ CTM પાસે એક્સપ્રેસ વેના નાકે ઊભી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર ઊભી રાખી હતી. જેમાં...
09:59 AM Aug 08, 2023 IST | Viral Joshi
અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ CTM પાસે 39 લાખના એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત મુંબઈના ત્રણ લોકો પકડાયા હતા. રામોલ પોલીસની ટીમ CTM પાસે એક્સપ્રેસ વેના નાકે ઊભી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર ઊભી રાખી હતી. જેમાં...

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ CTM પાસે 39 લાખના એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત મુંબઈના ત્રણ લોકો પકડાયા હતા. રામોલ પોલીસની ટીમ CTM પાસે એક્સપ્રેસ વેના નાકે ઊભી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગની એક કાર ઊભી રાખી હતી. જેમાં મહિલા અને બે પુરુષ હતાં. પોલીસે તપાસ કરતાં કેટલાંક શંકાસ્પદ પાર્સલો મળ્યાં હતાં, જે પાર્સલમાં એમડી ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે અલગ અલગ પાર્સલ મળી કુલ રૂ. 38.66 લાખની કિમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ મામલે પોલીસે શેહજાદી નૂર ઇસ્માલ શેખ (ઉં.22), ઐયુબખાન નવાઝખાન પઠાણ (ઉં.53) તથા ઐયુબ ઇબ્રાહિમ કુરેશી (ઉં.58)ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

ડ્રગ્સ લઈને આવતી વખતે પોલીસથી બચવા માટે મહિલાનો ઉપયોગ કર્યો હોવાનું આરોપીઓની તપાસમાં સામે આવ્યુ છે. ​​​​​​​આરોપીઓએ પોલીસથી બચવા મહિલાને કારમાં લઈને આવ્યા હોવાનું કબૂલ્યું હતું. બંને પુરુષ આરોપીઓએ મહિલાને એવું કહ્યું હતું કે, જો તે અમદાવાદ સુધી તેમની સાથે કારમાં આવશે તો મારામારીના ગુનામાં જેલમાં કેદ તેના પતિને છોડાવી આપશે. આથી મહિલા તેમની સાથે અમદાવાદ આવવા તૈયાર થઈ ગઈ હતી. હાલતો અન્ય 2 મુંબઈના આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ ડ્રગ્સ ક્યાથી લાવ્યા હતા અને કોણે આપવાના હતા.

આ પણ વાંચો : શ્રાવણના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં અધધ વધારો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadAhmedabad PoliceCrime NewsGujarati NewsMD drugs
Next Article