Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

44 Degree Temperature: અમદાવાદ બન્યું અગનગોળો: સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ! બાળકો અને વૃદ્ધો રાખજો ખાસ સાવચેતી!

Heatwave in Ahmedabad: અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા હીટવેવની ગંભીર અસર જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર હીટસ્ટ્રોકના દર્દીઓ માટે 25 બેડના વિશેષ વોર્ડ સાથે સજ્જ બન્યું છે. તબીબોએ બપોરે ઘરની બહાર ન નીકળવા, સુતરાઉ કપડાં પહેરવા અને પુષ્કળ પાણી પીવા અપીલ કરી છે. બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવા સાથે સ્નો પાર્કમાં લોકો ઠંડક મેળવી રહ્યા છે.
44 degree temperature  અમદાવાદ બન્યું અગનગોળો  સિવિલ હોસ્પિટલ હાઈ એલર્ટ  બાળકો અને વૃદ્ધો રાખજો ખાસ સાવચેતી
Advertisement
  • અમદાવાદમાં 44 Degree Temperature, હીટવેવની ગંભીર અસર જોવા મળી
  • તાપમાનમાં સતત વધારો થતાં હીટસ્ટ્રોકનો ખતરો પણ વધ્યો
  • અંગ દઝાડતી ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડમાં
  • હિટ સ્ટ્રોકને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર
  • હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ, કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર
  • અમદાવાદમાં ગરમીનો કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલ એલર્ટ
  • અમદાવાદ શહેરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ સતત વધ્યો
  • ગરમીથી બચવા અમદાવાદીઓ સ્નો પાર્કની મજા મળવા પહોંચ્યાં
  • ગોતાના ફન બ્લાસ્ટમાં શહેરીજનોનો ભારે ઘસારો જોવા મળ્યો
  • અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો
  • કાળઝાળ ગરમીમાં બાળકો અને મોટેરાઓએ સ્નો પાર્કમાં પહોંચ્યા

44 Degree Temperature in Ahmedabad : અમદાવાદ (Ahmedabad) શહેરમાં હાલ સૂર્યદેવ અગનગોળા વરસાવી રહ્યા છે. અંગ દઝાડતી ગરમી અને હીટવેવની ગંભીર અસરોને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લૂ લાગવી અને હીટસ્ટ્રોકનો ખતરો અનેકગણો વધી ગયો છે.

હીટવેવનું વધતું જોખમ અને તબીબોની ચેતવણી

શહેરમાં વધી રહેલી ગરમીને પગલે તબીબી નિષ્ણાતોએ ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. બપોરના 12 થી 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હીટસ્ટ્રોકથી બચવા માટે શરીરનું તાપમાન નિયંત્રિત રહે તે અત્યંત જરૂરી છે. તબીબોના મતે, ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, છાશ, નારિયેળ પાણી અથવા ORS (Oral Rehydration Solution) નું સેવન કરવું જોઈએ. બહાર નીકળતી વખતે માથું સફેદ કે લાઈટ કલરના સુતરાઉ કપડાંથી ઢાંકી રાખવું હિતાવહ છે.

Advertisement

સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડ પર

ગરમીના કહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હીટસ્ટ્રોકના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશેષ વોર્ડમાં 25થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

Advertisement

આ વોર્ડમાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને અનુભવી તબીબોની ટુકડી 24 કલાક મોનિટરિંગ માટે તહેનાત કરવામાં આવી છે. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે જરૂરી તમામ દવાઓ, આઈ.વી. ફ્લૂઈડ્સ અને આધુનિક ઈક્વિપમેન્ટ્સનો સ્ટોક અગાઉથી તૈયાર કરી લેવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા એક ઝડપી રિસ્પોન્સ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે, જેથી ગરમીના કારણે અચાનક તબિયત લથડતા દર્દીઓને સમયસર સારવાર મળી શકે.

બાળકો અને વૃદ્ધો માટે ખાસ માર્ગદર્શિકા

આકરા તાપમાં સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળે છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેઓ ઝડપથી હીટસ્ટ્રોકનો ભોગ બની શકે છે. તંત્ર દ્વારા આ વર્ગ માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાલીઓએ બાળકોને તડકામાં રમવા ન દેવા જોઈએ અને વૃદ્ધોની ખાણી-પીણી તથા સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિમાં ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથામાં દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સંપર્ક કરવો.

ગરમીથી બચવા સ્નો પાર્કની મજા

અમદાવાદના આકરા તાપથી બચવા માટે શહેરીજનો અવનવા રસ્તાઓ શોધી રહ્યા છે. તાપમાન 44 ડિગ્રીને પાર થતાં જ શહેરના ગોતા (Gota) વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટ (Fun Blast) સ્નો પાર્કમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીમાં બાળકો અને યુવાનો ઠંડક મેળવવા માટે સ્નો પાર્ક પહોંચ્યા હતા. જ્યાં તેમણે કુત્રિમ બરફ અને ઠંડા વાતાવરણમાં ગરમીથી થોડા સમય માટે રાહત મેળવી હતી.

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ આવનારા દિવસોમાં પણ યથાવત્ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે. તંત્ર પોતાની તૈયારીઓ સાથે સજ્જ છે, પરંતુ નાગરિકોએ પણ સ્વયં શિસ્ત અને સાવચેતી દાખવીને આ હીટવેવનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: Ambalal Patel ની આગાહી: મતદાનના દિવસે 'આગ' ઓકશે સૂરજદાદા! જાણો શું છે લેટેસ્ટ અપડેટ!

Tags :
Advertisement

.

×