Nursing Staff ની પરીક્ષા નવેસરથી યોજવા ગુજરાત હાઈકોર્ટમાં 50 ઉમેદવારોએ કરી અરજી
- નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા માગ
- ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારની અરજી
- સરકાર અને આરોગ્ય વિભાગને બનાવાયા પક્ષકાર
- આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
Ahmedabad: આજે ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોએ Nursing Staff ની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે. સમગ્ર વિવાદ ABCD ફોર્મેટની આન્સર કીથી થયો હતો. સરકારી નર્સિંગની પરીક્ષામાં ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં ABCD ના જ ક્રમમાં સમગ્ર પેપરના પ્રશ્નોના જવાબ હતા. જેથી આ કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરૂ કરવાનો વિવાદ થયો હતો. આ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે.
પરીક્ષાની વિશ્વસનિયતા સામે ઉઠ્યા છે સવાલ
સરકારી Nursing Exam માં ઓએમઆર શીટમાં ગરબડ હોવાનો વિવાદ થયો હતો કારણ કે પરીક્ષાના પ્રશ્નોના જવાબોનો ક્રમ ABCD ના જ ક્રમમાં હતો. જેના પરથી આરોપ લગાવાયો કે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરૂ કરવામાં આવ્યું હતું. તેથી આજે ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે. જેમાં સરકાર અને આરોગ્ય વિભાગને પક્ષકાર બનાવાયા છે. આ સમગ્ર મુદ્દે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચોઃ Juhapura ના ચકચારી અકસ્માત મુદ્દે ACP નું નિવેદન, "મારને કારણે કાર ચાલકનું થયું મૃત્યુ"
56000થી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
આ સમગ્ર વિવાદ જે સરકારી Nursing Exam નો થયો છે તે પરીક્ષા 56000થી વધુ ઉમેદવારોએ આપી હતી. કુલ 1900થી વધુ પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ABCD ફોર્મેટની આન્સર કીના જવાબોનો ક્રમ ABCDના ક્રમમાં જણાયો હતો. ત્યારબાદ કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરૂ કરવાના આરોપો થયા હતા. આ સમગ્ર વિવાદમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધુ ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવા અરજી કરી છે.
આ પણ વાંચોઃ Surat Police : ઝેરી દવા પીનાર યુવતીને ખભે ઊંચકી PCR વાન સુધી પહોંચ્યા, સમયસર સારવાર મળતા બચ્યો જીવ