Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : LG હોસ્પિટલમાં બક્ષીસ ન મળતાં પ્રસૂતા સાથે નિર્લજ્જતા

આપણે ત્યાં દર્દી દેવો ભવ: ના સુત્ર સાથે દર્દી નારાયણની સેવા કરવાનો અનેરો મહિમા છે પરંતુ અમદાવાદની LG હોસ્પિટલમાં બક્ષીસ નહી મળતા પ્રસુતા સાથે નિર્લજ્જતા ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો છે. એલ.જી હોસ્પિટલમાં કેટલાક કામદારે પ્રસુતિ બાદ મહિલાના પરિવાર પાસે બક્ષિસની...
ahmedabad   lg હોસ્પિટલમાં બક્ષીસ ન મળતાં પ્રસૂતા સાથે નિર્લજ્જતા
Advertisement

આપણે ત્યાં દર્દી દેવો ભવ: ના સુત્ર સાથે દર્દી નારાયણની સેવા કરવાનો અનેરો મહિમા છે પરંતુ અમદાવાદની LG હોસ્પિટલમાં બક્ષીસ નહી મળતા પ્રસુતા સાથે નિર્લજ્જતા ભર્યો વ્યવહાર કરવામાં આવ્યો છે. એલ.જી હોસ્પિટલમાં કેટલાક કામદારે પ્રસુતિ બાદ મહિલાના પરિવાર પાસે બક્ષિસની માગણી કરી હતી. જે ન મળતા મહિલાને નિર્વસ્ત્ર હાલતમાં જ બેડ પર છોડી દીધી હતી.

કામદારોએ દુરવ્યવહાર કર્યો

Advertisement

આ સમગ્ર મામલો સામે આવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા છે. ગોમતીપુરની સગર્ભાને એલ.જી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાની પહેલી ડિલિવરી સીઝેરિયનથી થઈ હોવાથી બીજી ડિલિવરી પણ તબીબોએ સીઝેરીયનથી કરવા જણાવ્યું હતું. જેમાં પરિવાર સંમત થતા મહિલાને ઓપરેશન રૂમમાં લઈ જવાઈ હતી. બીજી બાજુ પરિવાર બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે 3 કામદારોએ દીકરો કે દીકરી આવે તો બક્ષિસ આપવી જ પડશે તેમ કહ્યું હતું.

Advertisement

ફરિયાદ બાદ કાર્યવાહી

સગર્ભા મહિલાના સાસુ પાસે માત્ર 100 રૂપિયા હતા જે લઈ લીધાં બાદ વધુ રૂ. 2 હજારની માંગણી કરવામાં આવી હતી. મહિલા સાથે તેના વૃદ્ધ સાસુ એકલા હોવાથી તેમણે કામદારોને કપડા કાઢી બીજા પહેરાવવા કહ્યું હતું. પરંતુ કામદારોએ કપડા કાઢીને મહિલાને આંતરવસ્ત્રો સાથે જ બેડ પર છોડી દીધી અને ત્યાંથી જતા રહ્યા. આ મામલે પરિવારની ફરિયાદ બાદ ડે. મ્યુનિ. કમિશનરે 6 કામદારને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ પણ વાંચો : ડભોઇમાં અકોટી ગામે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એક વ્યક્તિનું કમકમાટીભર્યુ મોત

Tags :
Advertisement

.

×