Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: "દીકરીઓ સામે જો ખરાબ નજર કરી તો 'ખેર' નહી!" પ્રજાસત્તાક પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક ચેતવણી

77th Republic Day: સમગ્ર ભારત આજે ગૌરવભેર 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી અને નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ahmedabad   દીકરીઓ સામે જો ખરાબ નજર કરી તો   ખેર  નહી   પ્રજાસત્તાક પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક ચેતવણી
Advertisement
  • અમદાવાદ (Ahmedabad) માં 77 માં પ્રજાસતાક દિવસની ઉજવણી
  • મકરબા ગ્રામ્ય પોલીસ હેડ ક્વાટર ખાતે ઉજવણી
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ( DY CM Harsh Sanghvi) ઉપસ્થિતિમાં ઉજવણી
  • પોલીસ વિભાગના વિવિધ પ્રોજેક્ટોનું પણ લોકાર્પણ
  • શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

77th Republic Day: સમગ્ર ભારત આજે ગૌરવભેર 77 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે અમદાવાદ (Ahmedabad) જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ મકરબા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DY CM Harsh Sanghvi) એ ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી અને નાગરિકોને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

પોલીસ શક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનું અદભૂત સંગમ

કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની વિવિધ પ્લાટુનો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી. આ વર્ષની પરેડનું મુખ્ય આકર્ષણ 14 ભવ્ય ટેબલો રહ્યા હતા, જેમાં10 ટેબલો વિવિધ સરકારી વિભાગોની સિદ્ધિઓ દર્શાવતા હતા, જ્યારે 4 વિશેષ ટેબલો પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

Advertisement

અશ્વ અને ડોગ શોએ જમાવ્યું આકર્ષણ

પોલીસ વિભાગ દ્વારા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વિવિધ પ્રસ્તુતિઓ કરવામાં આવી હતી. જેમાં પોલીસ ડોગ સ્ક્વોડ અને અશ્વ દળના કરતબોએ ઉપસ્થિત મેદનીના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને અશ્વો દ્વારા રજૂ કરવામાં આવેલી સાહસિક કવાયતો અને પોલીસ વિભાગના વિવિધ નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Advertisement

બાળકોની રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ

દેશભક્તિના આ પર્વમાં અમદાવાદની વિવિધ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો. રંગબેરંગી પોશાકોમાં સજ્જ બાળકોએ 'વંદે માતરમ' અને રાષ્ટ્રપ્રેમની થીમ પર સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા. બાળકોના બેન્ડે પરેડ દરમિયાન મધુર સુરાવલીઓ રેલાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની શાંતિ અને સલામતી જાળવવામાં પોલીસ દળના યોગદાનની સરાહના કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન

નાગરિકોને સંબોધતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, “આજના દિવસે ભારત માતાના જયઘોષની ગુંજ કઈક અલગ જ છે. અમદાવાદે હંમેશા દુનિયાને દિશા ચીંધી છે. મહાત્મા ગાંધીના પ્રયાસોથી આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની છે, તો સરદાર પટેલના અખંડ ભારતના સંકલ્પની પણ આ ભૂમિ છે.”

વિકાસની હરણફાળ: સાબરમતીથી સાણંદ સુધી

વિકાસના મુદ્દે તેમણે પીએમ મોદીના નેતૃત્વના વખાણ કરતા કહ્યું કે:

સાબરમતી રિવરફ્રન્ટ:જે સાબરમતીનો પટ્ટ પહેલા સૂકો હતો, તે આજે પીએમ મોદીના કારણે વિશ્વ ફલક પર છે.
સેમી-કંડક્ટર હબ: સાણંદની જે બંજર ગણાતી જમીન હતી તે આજે સેમી-કંડક્ટરનું હબ બની રહી છે અને ત્યાં પ્રાઈવેટ સેટેલાઈટ પણ તૈયાર થઈ રહ્યા છે.
ઓટો હબ:આગામી સમયમાં ગુજરાત દુનિયાનું સૌથી મોટું ઓટો મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે.
મેટ્રો ટ્રેન: અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો ઉલ્લેખ કરી તેમણે નાગરિકોને ગંદકી ન કરવા અને જાહેર સંપત્તિની જાળવણી કરવા અપીલ કરી હતી.

વધુમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, 2030 માં કોમન વેલ્થ આયોજન માટે તૈયાર છે. પીએમ મોદીના દૂરંદેશીના કારણે વિદેશમાંથી રોકાણકારો આવી રહ્યા છે.

સુરક્ષા: નરાધમો માટે કોઈ સ્થાન નથી

પોલીસ વિભાગની કામગીરી બિરદાવતા નાયબ મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, “ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે. જો કોઈ બહેન-દીકરી સામે ખરાબ નજર કરશે તો તે ક્યારેય ચલાવી લેવાશે નહીં.” તેમણે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે,સરકારે રેકોર્ડબ્રેક ઝડપે કાર્યવાહી કરી 14 નરાધમોને ફાંસીની સજા અપાવી છે.દીકરીઓ સામે ગુનો કરનાર 907 આરોપીઓને આજીવન કેદ ની સજા અપાઈ છે.વર્ષ 2025 માં 338 ગુંડાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

સાંસ્કૃતિક વિરાસત અને સોમનાથ

તાજેતરમાં સોમનાથમાં ઉજવાયેલા સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,  મોહમ્મદ ગજની ભૂલી ગયો હતો કે દિવાલ તોડી શકે પણ શિવ ભક્તોની આસ્થા તોડી ન શક્યો. તેમણે વાલીઓને વિનંતી કરી કે આવનારી પેઢીને સોમનાથનો ઇતિહાસ અવશ્ય જણાવે.તેમણે કહ્યું કે, દીકરા દીકરી જોડે બેસી સોમનાથના ઇતિહાસની જાણકારી આવનાર પેઢીને હોવી જરૂરી છે, જેથી સોમનાથ ઇતિહાસ બતાવો.

આ પણ વાંચો: LIVE:77th Republic Day: વાવ-થરાદમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસ 2026ની ઉજવણી, ધ્વજવંદન દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે

Tags :
Advertisement

.

×