Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Ahmedabad : 90 ટકા દિવ્યાંગ હોવા છતા હિંમત ન હારી ! સૂતાં સૂતાં પેઇન્ટિંગ બનાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Ahmedabad : મોટાભાગના લોકોના નાની સમસ્યાઓ આવતા જ નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે અમદાવાદની એક દિવ્યાંગ મહિલાએ હિંમત હારવાની જગ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદના પાલડી ખાતે રહેતા 42 વર્ષીય ધરાબહેન પટેલે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ધરાબહેન પટેલે છેલ્લા 5 વર્ષથી ગ્રેફાઈટ, ચાર્કોલ, પેન્સિલ કલર, એક્રેલિક કલર, ફ્લુઇડ આર્ટ, પેન વર્ક, ફેબ્રિક વર્કના ઉપયોગથી વિવિધ સ્કેચ અને પેઇન્ટિંગ કરે છે. અપમાનને કલામાં બદલી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ahmedabad   90 ટકા દિવ્યાંગ હોવા છતા હિંમત ન હારી   સૂતાં સૂતાં પેઇન્ટિંગ બનાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Advertisement
  • Ahmedabad :42 વર્ષીય ધરાબહેન પટેલે મેળવી સિદ્ધી
  • 90% ડિસેબિલિટી છતાં સૂતા સૂતાં બનાવે છે પેઇન્ટિંગ
  • એક હાથથી 60થી વધુ કલાકૃતિઓ બનાવી વિશ્વ વિક્રમ મેળવ્યો
  • પોલિયોગ્રસ્ત ધરાબહેન હિંમતથી અપમાનને કલામાં બદલી

Ahmedabad : મોટાભાગના લોકોના નાની સમસ્યાઓ આવતા જ નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે અમદાવાદની એક દિવ્યાંગ મહિલાએ હિંમત હારવાની જગ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમદાવાદના પાલડી ખાતે રહેતા 42 વર્ષીય ધરાબહેન પટેલે અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ધરાબહેન પટેલે છેલ્લા 5 વર્ષથી ગ્રેફાઈટ, ચાર્કોલ, પેન્સિલ કલર, એક્રેલિક કલર, ફ્લુઇડ આર્ટ, પેન વર્ક, ફેબ્રિક વર્કના ઉપયોગથી વિવિધ સ્કેચ અને પેઇન્ટિંગ કરે છે. દિવ્યાંગ મહિલાઓને ઘણી વખત દયા, શંકા અને અવગણનાની દ્રષ્ટથી જોવામાં આવે છે. તેમજ કેટલાક લોકો તેમને દરેક કાર્યમાં અસમર્થ હોય તેવો આભાસ કરાવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે ધરાબહેન પટેલ પોલિયોગ્રસ્ત તેમજ 90 ટકા ડિસેબિલિટી ધરાવતા હોવા છતા હિમ્મત હાર્યા વિના પોતાની કલા દ્વારા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. તો આ પરિસ્થિતિમાં તેઓ પૈડાવાળા પાટલા ઉપર બેસી અને આખા ઘરમાં ફરતા હોય છે અને તેમના નિત્ય કર્મ પણ જાતે જ કરે છે.

Advertisement

90% ડિસેબિલિટી છતાં સૂતા સૂતાં બનાવે છે પેઇન્ટિંગ(Ahmedabad)

મળતી માહિતી અનુસાર ધરાબહેન 6 મહિનાના હતા, ત્યારે તાવની સારવાર દરમિયાન ખોટા ઇન્જેક્શનના કારણે તેમને પોલિયોની અસર થઇ હતી. શરીર અશક્ત થઈ ગયું હતું પરંતુ પરિવારજનોના અથાગ પ્રયત્નો થકી આજે તેમના જીવનમાં નવા પ્રાણ ફૂંકાયા છે ધરાબેન કહે છે કે 25 વર્ષ સુધી તેમણે 29 સર્જરી કરાવી. તેમના ભાભીએ તેમને પેઇન્ટિંગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમને બાળપણથી પેઇન્ટિંગ અંગે લગાવ હતો, તેમના મનમાં ચાલતાપ્રશ્નો અને જીજ્ઞાસાને કેનવાસ પર ઉતારવાનું શરૂ કર્યું હતું.

Advertisement

ધરાબહેનના જણાવ્યા અનુસાર તેમને એક પેઈન્ટીંગ કરતા 6 દિવસનો સમય લાગે છે. કારણ કે તે વધુ સમય બેસી શક્તા નથી તેમજ તેમનો એક જ હાથ કાર્ય કરે છે, તેથી તેમને સૂતા સૂતા પેઈન્ટિંગ કરવી પડે છે. તો આ પરિસ્થિતિમાં તેઓ પૈડાવાળા પાટલા ઉપર બેસી અને આખા ઘરમાં ફરતા હોય છે અને તેમના નિત્ય કર્મ પણ જાતે જ કરે છે.

ધરા બહેને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અપમાનને હિમ્મત બનાવી પેઇન્ટિંગની શરૂઆત કરી. ધરાબેન કહે છે કે મને સ્કૂલમાં, જાહેર કાર્યક્રમમાં લોકો અપમાન કરતા અને મારી ડિસેબિલિટીના કારણે મારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરતા હતા. મારી માતા પરીક્ષામાં મને ખોળામાં વર્ગખંડ સુધી લઈ જતા. આમ મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. પરિવારને મારા કારણે થતી તકલીફના કારણે મેં આગળ અભ્યાસ કરવાનું છોડી દીધું. પોલિયોના કારણે મને અન્ય શારીરિક સમસ્યાઓ થઈ અને સર્વાઈવ કરવું ઘણું અઘરું થઈ ગયું હતું. તેથી મે ઘરે જ બાળકોને ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું. વર્ષ 2020મા આર્ટના ઓનલાઈન ક્લાસીસ કર્યા અને પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી. આજે વર્લ્ડ રેકોર્ડમાં નામના મેળવી છે મને જીવન જીવવાની નવી પ્રેરણા મળી છે.

આ પણ વાંચો: S Jaishankar Symbiosis speech: ભારતના વિદેશ મંત્રીએ એસ.જયશંકરે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું...

Tags :
Advertisement

.

×