Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી મોદીને ખાસ હેત સાથે પાકિસ્તાની બહેન દ્વારા મોકલાયું વિશેષ કાર્ડ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (Narendra Modi) 27 વર્ષથી રાખડી બાંધતા પાકિસ્તાની બહેને તેમને જન્મદિવસનું કાર્ડ મોકલ્યું છે. કમર મોહસીન શેખ દ્વારા ભાઈ બહેનનો પ્રેમ વ્યક્ત કરતું કાર્ડ બનાવાયું. જે તેમણે પોતાના હાથે લખ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટેની દુઆ કરી છે.તેમણે જણાવ્યું કે, હું 27 વર્ષથી મોદીજીને રાખડી બાંધુ છું. આ વખતે તેમના જન્મદિવસ નિમિત્તે મેં કાર્
વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી મોદીને ખાસ હેત સાથે પાકિસ્તાની બહેન દ્વારા મોકલાયું વિશેષ કાર્ડ
Advertisement
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને (Narendra Modi) 27 વર્ષથી રાખડી બાંધતા પાકિસ્તાની બહેને તેમને જન્મદિવસનું કાર્ડ મોકલ્યું છે. કમર મોહસીન શેખ દ્વારા ભાઈ બહેનનો પ્રેમ વ્યક્ત કરતું કાર્ડ બનાવાયું. જે તેમણે પોતાના હાથે લખ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્ય માટેની દુઆ કરી છે.
તેમણે જણાવ્યું કે, હું 27 વર્ષથી મોદીજીને રાખડી બાંધુ છું. આ વખતે તેમના જન્મદિવસ નિમિત્તે મેં કાર્ડ (Birthday Card) બનાવ્યું છે. જેમાં મેં તેમના દિર્ઘાયુષ્ય માટેની દુઆ કરી છે. તેમનું આરોગ્ય સ્વસ્થ રહે અને તેઓ જે રીતે કામ કરે છે તેવી રીતે જ કામ કરતા રહે. આખી દુનિયામાં તેમનું નામ વધે તેવી શુભેચ્છા.
તેમણે કહ્યું કે, હું આ વખતે મારા ભાઈ માટે દુઆ કરું છું કે 2024ની ચૂંટણીમાં તેમની જીત થાય અને હિંદુસ્તાન પર તે છવાઈ જાય તે મારી હૃદયપૂર્વકની દુઆ છે. મારે સગો ભાઈ નથી પણ તેઓ મારા સગા ભાઈથી વિશેષ છે. હું તેમની માટે સારૂ દુઆઓ કરૂ છું.
કમર મોહસીન શેખ દ્વારા પ્રેમ વ્યક્ત કરતું કાર્ડ બનાવાયું, જુઓ...

Tags :
Advertisement

.

×