ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના એક વેપારીએ પોતાની પત્નીને વર્લ્ડ કપની ફાઇનલ પહેલા જ આપ્યો વર્લ્ડ કપ

અહેવાલ - પ્રદિપ કચીયા હાલમાં ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટનો ફીવર લાગી રહ્યો છે. ભારત વન ડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં અમદાવાદના એક સોનાના વેપારીએ ક્રિકેટ પીચ, બેટ...
02:56 PM Oct 06, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદિપ કચીયા હાલમાં ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટનો ફીવર લાગી રહ્યો છે. ભારત વન ડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં અમદાવાદના એક સોનાના વેપારીએ ક્રિકેટ પીચ, બેટ...

અહેવાલ - પ્રદિપ કચીયા

હાલમાં ક્રિકેટ પ્રેમીઓને ક્રિકેટનો ફીવર લાગી રહ્યો છે. ભારત વન ડે વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં અમદાવાદના એક સોનાના વેપારીએ ક્રિકેટ પીચ, બેટ અને બોલ સાથે વર્લ્ડ કપની ટ્રોફી પણ બનાવી છે.

વન ડે વર્લ્ડ કપની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ પોતાની રીતે અનોખો ઉત્સાહ બતાવી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેરના એક સોનાના વેપારીએ કંઇક અલગ જ ઉત્સાહ બતાવ્યો છે. અમદાવાદના વેપારીએ સોનાની પીચ, બેટ - બોલ, ટ્રોફી અને તેની પત્ની માટે BCCI ના લોગો સાથે એક હાર બનાવ્યો છે. એટલે અમદાવાદના એક વેપારીએ પોતાની પત્નીને વર્લ્ડ કપની ફાઇનલ પહેલા જ વર્લ્ડ કપ આપ્યો છે.

અમદાવાદનાં સતાધાર વિસ્તારમાં રહેતા અને મૂળ વ્યવસાયએ સોના ચાંદીના વેપારી એવા મનીષાભાઈ સોનીને ક્રિકેટનો ખૂબ જ રસ છે. અને એમાં પણ જ્યારે વર્લ્ડ કપ રમાતો હોય અને એ પણ આપણા ઘર આંગણે ત્યારે વધારે ઉત્સાહ જોવા મળે છે. ત્યારે ક્રિકેટ પ્રેમી મનીષભાઈ સોનીએ અનોખી રીતે પોતાનો ઉત્સાહ બતાવ્યો છે. 20 દિવસ મહેનત કરી અને પોતાની જાતે ડિઝાઇન બનાવીને મનીષભાઈ એ 60 ગ્રામ સોનામાં ક્રિકેટ પિચ, તિરંગો, બેટ, બોલ, નાની અને મોટી વર્લ્ડ કપ ટ્રોફી, ટ્રોફીનું પેન્ડલ-બુટ્ટી, આર્મ્સ પેડ, થાઈ પેડ, લેગ ગાર્ડ, એલ્બો, હેન્ડ ગ્લોવસ, તથા વ્હાઇટ બોલની ચેઈનમાં BCCIના લોગોનું પેન્ડલ બનાવ્યું છે અને તેમની પત્ની હર્ષા બેનને ગિફ્ટ કર્યું છે.

ક્રિકેટ કિટ પહેલાં પણ મનીષભાઈએ અનેક વસ્તુઓ સોનામાં બનાવી છે. જેમાં ટાઇટેનિક જહાજને ડૂબવાનાં 100 વર્ષ પૂર્ણ થતાં તેમણે ટાઇટેનિકનું મિનિએચર બનાવ્યું હતું. પોતાની પત્ની હર્ષાબેન માટે ઘરેણાં બનાવ્યાં હતાં. પતંગની ડિઝાઇનને આધારિત પેન્ડલ-બુટ્ટી, વીંટી, નથણી, બિંદી વગેરે વસ્તુઓ બનાવી હતી. તેમજ હોળીના તહેવાર પર સોનાની પિચકારી બનાવીને પોતાની કળાને જીવંત રાખી છે.

આ પણ વાંચો - કોણ છે રચિન ? સચિન અને રાહુલ સાથે શું છે સંબંધ, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad NewsbusinessmanICC ODI World CupICC ODI World Cup 2023ODI World CupODI World Cup 2023world cup 2023World Cup Final
Next Article