ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં જોવા મળ્યું ફિલ્મી દ્રશ્ય, લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂઓને પોલીસકર્મીએ જીવના જોખમે પકડી પાડ્યા

અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂઓને આનંદનગરના 2 પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયા. લૂંટારુઓ પોલીસકર્મીને પિસ્ટલ દેખાડતા હાથ પર લાકડી મારી પોલીસકર્મીએ જીવના જોખમે પકડી પાડયા છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ...
04:30 PM Nov 05, 2023 IST | Hardik Shah
અહેવાલ - પ્રદીપ કચિયા અમદાવાદમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂઓને આનંદનગરના 2 પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયા. લૂંટારુઓ પોલીસકર્મીને પિસ્ટલ દેખાડતા હાથ પર લાકડી મારી પોલીસકર્મીએ જીવના જોખમે પકડી પાડયા છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ...

અહેવાલ - પ્રદીપ કચિયા

અમદાવાદમાં પેટ્રોલ પંપમાં પિસ્ટલથી લૂંટ ચલાવીને ભાગતા લૂંટારૂઓને આનંદનગરના 2 પોલીસકર્મીએ ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડયા. લૂંટારુઓ પોલીસકર્મીને પિસ્ટલ દેખાડતા હાથ પર લાકડી મારી પોલીસકર્મીએ જીવના જોખમે પકડી પાડયા છે.

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દિવાળી અગાઉ જ લૂંટની ઘટના બની હતી. આનંદનગરના 100 ફૂટ રોડ પર આવેલા શેલ પેટ્રોલ પંપમાં ગઈ મોડી રાત્રે પિસ્ટલની નોક પર બે લૂંટારાએ ઓફિસમાં પ્રવેશ કરી મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. ત્યારે લૂંટ સમયના આ દ્રશ્યો પેટ્રોલ પંપમાં લાગેલા CCTV માં કેદ થઈ ગયા હતા. CCTV માં સ્પષ્ટપણે જોવા મળ્યું કે કેવી રીતે આ લૂંટારો ફિલ્મી ઢબે પિસ્ટલ દેખાડીને લૂંટ ચલાવી રહ્યા છે.

આ લૂંટ કર્યા બાદ લૂંટારુઓ ભાગતા ત્યારે જ આનંદનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ એક રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડ પેટ્રોલિંગમાં હતા અને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે જ ટોળું જોઈ ને લૂંટ થઇ છે ત્યારે લૂંટારુઓ જે તરફ ભાગ્યા ત્યારે એની પાછળ ભાગ્યા હતા. ત્યારે લૂંટારુનું બાઈક ચાલુ ન થયું ત્યારે એનો દોઢ કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરીને એક લૂંટારુ ગાર્ડનમાં બેઠેલા એક દંપતીને પિસ્ટલ દેખાડીને બાઈક માંગી રહ્યા હતા, ત્યારે જ બંને લૂંટારુએ બંને પોલીસકર્મીઓને પિસ્ટલ દેખાડી તેમ છતાં જીવના જોખમે પોલીસની લાઠી મારીને બંનેને લૂંટારુને પોલીસકર્મી રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડ દબોચી લીધા હતા અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

ત્યારે તમે જોઈ શકો છો કે આનંદનગર પોલીસેની ગીરફ્તમાં ઉભેલા આ લૂંટારુઓના નામ છે વકીલ સહાની, સંજય સહાની આ બન્ને આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં અલગ અલગ મજૂરી કરે છે અને આરોપીઓની પૂછ પરછ બિહારથી સિકંદર સહાનીએ આ પિસ્ટલ મંગાવી હતી અને સિકંદર સહાનીએ લૂંટના સ્થળની રેકી કરી હતી. લૂંટના સ્થળ પર હાજર હતો ત્યારે જીવના જોખમે બંને પોલીસકર્મીએ સરાહનીય કામગીરી કરતા રાજેશ નંદાણીયા અને બીજા વીરેન્દ્રસિંહ રાઠોડને પોલીસ અધિકારી દ્વારા બિરદાવમાં આવ્યા હતા.

આ પણ વાંચો - અમદાવાદમાં સતત વધી રહ્યું છે હવાનું પ્રદુષણ, આ વિસ્તારનો AQI 300 પર પહોંચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
2 policemenAhmedabad Filmy SceneAnandnagarCrime in AhmedabadGujarat FirstPolicemanRobbers
Next Article