અમદાવાદમાં કેફેની આડમાં ચાલતું હુક્કા બાર ઝડપાયું
અમદાવાદમાં ફરી એક વખત હુક્કા બાર (Hookah Bar) ઝડપાયું છે. ડીજી વિજીલન્સની ટીમે સેક્રેડ-9 કાફેમાં (Sacred Nine Cafe) રેડ કરીને યુવક યુવતી સહિત 68 લોકોને ઝડપી લીધા છે. ડીજી વિજીલન્સે (DG Vigilance) કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલને ઝડપી લીધા છે, જે યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવતા હતા. શહેરના એસ.પી.રિંગ રોડ પર આવેલા સેક્રેડ-9 કાફેમાં હુકક
11:38 AM Jul 18, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદમાં ફરી એક વખત હુક્કા બાર (Hookah Bar) ઝડપાયું છે. ડીજી વિજીલન્સની ટીમે સેક્રેડ-9 કાફેમાં (Sacred Nine Cafe) રેડ કરીને યુવક યુવતી સહિત 68 લોકોને ઝડપી લીધા છે. ડીજી વિજીલન્સે (DG Vigilance) કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસે કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલને ઝડપી લીધા છે, જે યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવતા હતા. શહેરના એસ.પી.રિંગ રોડ પર આવેલા સેક્રેડ-9 કાફેમાં હુકકબાર ધમધમી રહ્યો હોવાની બાતમી ડીજી વિજીલન્સ સ્ક્વોર્ડને મળી હતી જેથી ડીજી વિજીલન્સે સેક્રેડ-9માં રેઇડ કરતા 60 યુવક અને 8 યુવતીઓ હુક્કા પીતા મળી આવ્યા હતા. ડીજી વિજિલન્સે 68 લોકોના નિવેદન લીધા હતા.
આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે. પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કા જપ્ત કર્યા છે.
પકડાયેલા હુક્કાબારના સંચાલકોમાંથી મુખ્ય કેવલ પટેલ અને આશિષ પટેલ છે. કેવલ પટેલે કાફે હુક્કાબાર માટે ભાડે આપ્યું હતું અને છેલ્લા 3 થી 4 માસથી આ હુકકાબાર ચાલતું હતું.
કેવલ પટેલની સેક્રેડ-9 નામથી કન્સ્ટ્રક્શનની સ્કીમ પણ બોપલમાં બની રહી છે. એસ.પી.રિંગ રોડ પર ચાલતા હુકકાબારથી સરખેજ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે ત્યારે ડિજી વિજીલન્સ (DG Vigilance) હુકકબારને લઈને જાણવા જોગ નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીજી વિજિલન્સની ટીમે હુકકાબારની સામગ્રી અને આરોપીઓને સરખેજ પોલીસને સોંપ્યા છે. આ હર્બલ ફ્લેવરના હુક્કામાં કેફી પ્રદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ FSLમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Next Article