Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પરિણીતાને થયો પ્રેમ, વર્ષો સુધી શરીર સુખ માણ્યા બાદ પ્રેમીએ કહ્યું બાય-બાય અને પછી...

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમીએ દગો આપતા તેણે દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અનેક સમય સુધી પ્રેમીએ પરણિતાને લગ્નની લાલચ આપી તેની દીકરીને પણ સાચવવાનું કહીને અલગ-અલગ જગ્યાઓ પર લઈ જઈ પોતાની હવસ સંતોષી હતી. પ્રેમીની વાતોમાં આવીને પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી નાખી હતી, તેવામાં પ્રેમીએ અચાનક જ સંબંધ તોડી àª
પરિણીતાને થયો પ્રેમ  વર્ષો સુધી શરીર સુખ માણ્યા બાદ પ્રેમીએ કહ્યું બાય બાય અને પછી
Advertisement
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી પરિણીતાને પ્રેમીએ દગો આપતા તેણે દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. અનેક સમય સુધી પ્રેમીએ પરણિતાને લગ્નની લાલચ આપી તેની દીકરીને પણ સાચવવાનું કહીને અલગ-અલગ જગ્યાઓ પર લઈ જઈ પોતાની હવસ સંતોષી હતી. પ્રેમીની વાતોમાં આવીને પરિણીતાએ પોતાના પતિને છૂટાછેડા આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી નાખી હતી, તેવામાં પ્રેમીએ અચાનક જ સંબંધ તોડી નાખતા પરિણીતાને પોતાની સાથે દગો થયો હોવાનું ધ્યાને આવતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય જાનવી (નામ બદલેલ છે)ના લગ્ન 12 વર્ષ પહેલા ડાંગરવાના ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન જાનવીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. પરિણીતા અગાઉ રાણીપ ખાતે રહેતી હતી. જોકે બાદમાં ચાંદખેડા ખાતે રહેવા આવી હતી. ચાંદખેડામાં જાનવીની સોસાયટીમાં તેના ઘરની સામેના મકાનમાં રહેતા દીપક મકવાણા નામના યુવક સાથે તેની લગ્ન પ્રસંગમાં મુલાકાત થઈ હતી. જે મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી અને બાદમાં 4 મહિના સુધી બન્ને વચ્ચે ફોન પર વાતચીત થતા પ્રેમ-સંબંધ બંધાયો હતો.
થોડા સમય બાદ દીપક મકવાણાએ જાનવીને ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસેના રુદ્રાક્ષ મોલમાં આવેલી અંજલિ પેલેસ નામની હોટલમાં બોલાવી હતી, જ્યાં જાનવી પહોંચતા દિપકે તેને પ્રેમ કરતો હોવાનું જણાવી પતિથી છૂટાછેડા લઈને પોતે તેને અને દીકરીને જિંદગીભર સાચવવાની વાત કરી હતી. દિપકે જાનવીને પોતાની માયા જાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ દીપક મકવાણા પરિણીતાને અનેકવાર જુદી જુદી હોટલોમાં મળી લગ્નની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. બે મહિના પહેલા જાનવીના પતિને તેના અને દિપકના સંબંધો વિશે જાણ થતા જાનવીનો પતિ સાથે ઝઘડો થયો હતો, જે બાબતની જાણ તેણે દીપકને કરતા તેણે પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની વાત કરતા જાનવી 11 વર્ષની દીકરીને લઈને પિયરમાં જતી રહી હતી અને પરિવારને જાણ કરી છુટાછેડા લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. 
એક મહિના પહેલા દીપક મકવાણાએ જાનવીને ચાંદખેડા ખાતે આવેલી કુમકુમ હોટલમાં બોલાવી જાનવીને દીકરી સાથે ચાંદખેડામાં અલગ રહેવા માટેનું કહીને પોતે તે બંનેને સાચવશે તેવી બાહેંધરી આપી પોતાની વાતોમાં ભેળવી ફરીવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. પ્રેમીની વાતોમાં આવી જાનવીએ 18મી જૂનના રોજ દીકરી સાથે ત્રાગડમાં ભાડે મકાન રાખી રહેવાનું શરૂ કર્યું હતું, જે ઘરે પ્રેમી દીપક મકવાણા દર રવિવારે આવી પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો.
16 મી જુલાઈના રોજ રાત્રિના સમયે જાનવીને ફોન કરીને દીપકે "હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, તું મને ભૂલી જા" તેવું કહીને પોતાનો મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો. જેથી જાનવી દીપક મકવાણાના ન્યૂ સી.જી રોડ ખાતેના ઘરે પહોંચી હતી. જે સમયે દીપકના માતા-પિતા સાથે તેના અને દીપકના સંબંધો બાબતે બોલાચાલી અને ઝઘડો થતા પોલીસ બોલાવવામાં આવી અને જાનવીને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ હતી. જોકે, તે સમયે તેણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
દીપકે જાનવીને સાચવવાની લાલચ આપી વર્ષો સુધી તેનું શારીરિક શોષણ કરી તરછોડી દેતા, આ બાબતનું જાનવીને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરમાં રહેલી ગાયનેકની દવાઓ ખાઈને પોતાના પતિને વ્હોટ્સએપ પર મેસેજ કરીને "તમે આપણી દીકરીને સાચવજો, હું આ દુનિયા છોડીને જાઉં છું. "તેવું જણાવ્યું હતું. જે બાદ જાનવી અર્ધ બેભાન થઈ ગઈ હતી. જે બાદ સવારે તેના માતા પિતા ઘરે આવતા જાનવીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર બાદ જાનવી ભાનમાં આવતા આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં દીપક મકવાણા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×