ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિશ્વ ઉમિયા ધામ ખાતે 1.5 લાખ વૃક્ષનું ઉપવન તૈયાર થશે

વિકાસની સુપરફાસ્ટ ગતીમાં ચાલી રહેલા ગુજરાતનું આર્થિક પાટનગર એટલે અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દૂષિત  હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાનું કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસà
01:21 PM Jul 27, 2022 IST | Vipul Pandya
વિકાસની સુપરફાસ્ટ ગતીમાં ચાલી રહેલા ગુજરાતનું આર્થિક પાટનગર એટલે અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દૂષિત  હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાનું કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસà
વિકાસની સુપરફાસ્ટ ગતીમાં ચાલી રહેલા ગુજરાતનું આર્થિક પાટનગર એટલે અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દૂષિત  હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાનું કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 1.5 લાખ વૃક્ષો સાથે વિશ્વઉમિયાધામ ઉપવન બનવા જઈ રહ્યું છે. આ 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદૂષિત  હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે એટલે હવાનું પ્રદૂષણ અટકશે.
 વૈશ્વિક સ્તરે અમેરિકા- બ્રિટન જેવા વિકસીત દેશો પણ ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા હવામાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા મથે છે. ત્યારે વિશ્વઉમિયાધામનું આ ઉપવન વિશ્વને કાર્બન ક્રેડિટ આપશે. ભારત વર્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક સામાજિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ જાસપુરે સંકલ્પ લીધો છે કે 31 જુલાઈના રોજ 75 હજાર વૃક્ષારોપણ સાથે 75 હજાર તિરંગાઓનું પણ વિતરણ થશે. જે ગુજરાતભરમાં વસતા પાટીદાર સમાજના પરિવારને ઘર પણ લહેરાવાશે. 

31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રીશ્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે. જે સંદર્ભે આ વર્ષે 75 હજાર અને આવતાં વર્ષે અન્ય 75 હજાર વૃક્ષનું વાવેતર થશે. 

આ સંદર્ભે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ  જણાવે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ સામાજિક સંસ્થાઓની પણ છે. જેના ભાગરૂપે વિશ્વઉમિયાધામ પર્યાવરણ પ્રત્યે જાગૃત બની 1.5 લાખ વૃક્ષો ઉછેરશે અને 75 હજાર તિંરગાનું વિતરણ કરશે.
Tags :
GujaratFirstPlantationpreparedTreesVishwaUmiadham
Next Article