Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકો મોબાઇલથી દૂર રહે તે માટે બનાવાશે પોલીસી, વાલી-શિક્ષકોને પણ ફોનથી રખાશે દુર

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર ગાઇડ લાઇન બહાર પાડશે.
બાળકો મોબાઇલથી દૂર રહે તે માટે બનાવાશે પોલીસી  વાલી શિક્ષકોને પણ ફોનથી રખાશે દુર
Advertisement
  • બાળકોને મોબાઇલથી દુર રાખવા સરકાર કરશે પ્રયાસ
  • ગુજરાત સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં બહાર પાડશે પરિપત્ર
  • શિક્ષણમંત્રી દ્વારા ગાઇડલાઇન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ

ગાંધીનગર : સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર ગાઇડ લાઇન બહાર પાડશે. આ ગાઇડલાઇનમાં માત્ર બાળકો જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ આવરી લેવામાં આવશે. બાળકોને સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે. જેના માટે રાજ્ય શિક્ષણ વિભાગમાં હોવાનું પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે.

બાળકોને મોબાઇલથી દુર રાખવા ખુબ જ જરૂરી

બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવો હોય તો તેને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રાખવો પડશે. તેમનું ઘડતર થાય તે પ્રકારે સદઉપયોગ કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વ્યક્ત કરી હતી.

Advertisement

આ પણ વાંચો : ઈમરજન્સીના વિવાદોથી થાકી Kangana Ranaut! ક્યારેય રાજકીય ફિલ્મ ન બનાવવાનો કર્યો નિર્ણય

Advertisement

સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી દુર રાખવા જરૂરી

સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે. જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે. જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી કઈ રીતે દૂર રાખી શકીએ તે અંગે ગંભિર ચર્ચા કરવામાં આવી હતી.

ક્ષેત્રના નિષ્ણાંતો સાથે બેઠક બાદ બનાવાશે પરિપત્ર

બાળકો - વાલીઓ અને શિક્ષકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકાટ્રીસ્ટની સાથે પરામર્શ કરીને એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને બાળકોના ભવિષ્યની ચિંતા કરીને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવશે.રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, બાળકોનો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ તેમની શારીરિક અને માનસિક શક્તિને અસર કરી રહ્યો છે. બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત પ્રત્યે વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે. જેમાં શિક્ષકોનો ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ, અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને શાળામાં ન જઈ શકે તે માટે કડક પગલા લેવામાં આવશે.

આ પણ વાંચો : પહેલા સગીરને ફાંસીની સજા આપી, હવે સુપ્રીમ કોર્ટે પોતાની ભૂલ સુધારી, 25 વર્ષ પછી મુક્ત થયો આરોપી

બાળકો રમત ગમત અને વાંચન તરફ વળે તે ખુબ જ જરૂરી

બાળકોના સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનના ઉપયોગને બદલે તેમને વાંચન – રમત ગમત જેવી પ્રવૃતિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત બાળકોના માતા-પિતાને વિનંતી કરી કે, બાળકોની સામે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરે, માતા-પિતા પોતે પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરીને સોશિયલ મીડિયાથી બાળકને દૂર રાખે.

ઋષીકેશ પટેલ પણ સમગ્ર કમિટીમાં સાથ આપશે

સમગ્ર ભારતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દુર રહી પોતાના જીવનમાં વાંચન અને રમત ગમતને સ્થાન આપે તે માટે શિક્ષકો અને વાલીઓ – બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતથી પ્રેરણા લેશે તેવી મંત્રી એ આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: કૉલ્ડપ્લે કૉન્સર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો

જાહેર ક્ષેત્રની સંસ્થાઓને જોડાવા માટે અપીલ

વધુમાં મંત્રી એ એન.જી.ઓ, ધાર્મિક સંસ્થાઓ, તેમજ સામાજિક કાર્યકરો તેમજ મીડિયાના મિત્રોને બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રહે તે માટેના મહાભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી. ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી સરકાર સાથે મળીને કઈ રીતે આ મહાભિયાન લોકો સુધી વધુને વધુ પહોચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દરેક શાળામાં શોર્ટ ફિલ્મ મારફતે બાળકોના વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગો અને તેના નુકશાન વિષે માહિતગાર કરવામાં આવશે. વાલીઓ અને શિક્ષકો જો જાગૃત હશે તો જ બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી વાંચનની સાથે પોતાનો જીવન ઘડતર અને સ્પોર્ટ્સ સાથે જોડાઈને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખી શકશે.

રાજ્યના અનેક ઉચ્ચ અધિકારીઓ જોડાયા

આ બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, ટેકનિકલ કમિશનર બંછાનિધિ પાની, નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરૂ, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર લલિત નારાયણ સંધુ, શાળાઓના નિયામક પ્રજેશ રાણા, નિયામક પ્રાથમિક શાળા એમ.આઈ.જોષી, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ રાજેશ ગુપ્તા, સિવિલ હોસ્પિટલના સાયકાટ્રીસ્ટ કૌશલ બેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : Porbandar: રાણા ખીરસરા ગામે ધારાસભ્ય કાધલ જાડેજા સિંચાઇ માટે ડેમમાંથી પાણી છોડાવવા પહોંચતા વિવાદ

Tags :
Advertisement

.

×