Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સુપર માર્કેટના વેપારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા બજરંગ સ્ટોરના માલિકની પોલીસે ધરપકડ કરી છે. હસમુખ પ્રજાપતિ અને તેના ભાઈ પ્રવિણ પ્રજાપતિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈઓ વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે....
ahmedabad   સુપર માર્કેટના વેપારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
Advertisement

અહેવાલ : પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર આવેલા બજરંગ સ્ટોરના માલિકની પોલીસે ધરપકડ કરી છે. હસમુખ પ્રજાપતિ અને તેના ભાઈ પ્રવિણ પ્રજાપતિની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈઓ વિરુદ્ધ એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

લગ્નની લાલચે દુષ્કર્મ

ફરિયાદ મુજબ મુખ્યઆરોપી હસમુખ પ્રજાપતિએ મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યુ હતું અને તે દુષ્કર્મની ફેબ્રુઆરી મહિનામાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. તે ફરિયાદ અનુસંધાને હસમુખના ભાઈ પ્રવીણ અવારનવાર ધમકી આપતો હોવાની તથા મહિલાની પાછળ જાસુસ રાખી તેની રેકી કરાવતો હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Advertisement

કોરોના બાદ નિકટતા વધી

ફરિયાદ અનુસંધાને બોડકદેવ પોલીસે ગુનો નોંધી બંને ભાઈઓની ધરપકડ કરી છે. N ડિવિઝન ACP એસ. એમ. પટેલે જણાવ્યુ હતું કે, ફરિયાદી મહિલા એ કરેલા આરોપો પર નજર કરીએ તો મહિલા અને આરોપી હસમુખ વર્ષ 2015માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. કોરોના બાદ ફરિયાદી મહિલા અને હસમુખ વચ્ચે નિકટતા વધી હતી. તે સમયે હસમુખે કેફી પીણું પીવડાવી મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

કેસ બાદ સમાધાન

જે બાદ મહિલા ફેબ્રુઆરી 2023 મહિલા ગર્ભવતી થઈ હતી. જેની જાણ હસમુખને કરાતા હસમુખે તેનો ગર્ભપાત કરાવ્યો હતો. જોકે હસમુખે મહિલાનો સ્વીકાર ન કરતા ફેબ્રુઆરી મહિનામાં હસમુખ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ હસમુખે મહિલાનો સ્વીકાર કરવાની શરતે સમાધાન કરી લીધું હતું. બંને વચ્ચે સમાધાન થતાં ઉજ્જૈન ફરવા ગયા હતા તે સમયે હસમુખ અને મહિલા વચ્ચે ફરી વખત શરીર સંબંધ બંધાયા હતા અને મહિલા ગર્ભવતી થઈ હતી.

ફરિવાર પોલીસ ફરિયાદ

જે અંગેની જાણ હસમુખના ભાઈ પ્રવીણને થતા પ્રવીણ એ મહિલાને ધમકી આપવાનું અને તેની પાછળ જાસૂસ રાખી તેની રેકી કરાવવાની શરૂઆત કરી હતી અને આ જ ધમકીના પગલે ગઈકાલે ફરી એક વખત મહિલાએ બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ગુનામાં પોલીસે બંનેની ધરપકડ કરી. મહત્વનું છે કે અગાઉ મહિલાએ કરેલી બળાત્કારની ફરિયાદમાં સમાધાન થઈ ગયું હોવાથી. ફરી વખત મહિલા ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચી ત્યારે તેની ફરિયાદ લેવાઈ ન હતી. તેથી જ આરોપી તેને ધમકી આપતો હતો કે, પોલીસ વિભાગમાં તેની ઓળખાણ છે અને ખોટા કેસમાં ફસાવી દેશે. જે રજૂઆત મહિલાએ પોલીસ કમિશનરને કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : AHMEDABAD : ઘરફોડ ચોરી કરતી સીકલીકર ગેંગના 4 લોકોની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×