અમદાવાદ: વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર અત્યઆધુનિક ફૂટઓવર બ્રિજનું થશે નિર્માણ
અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે.તેને ઘટાડા માટે શહેરમાં અનેક રોડ રસ્તા પર ફૂટ ઓવરબ્રિજ બનાવવાની પણ કામગીરી ઔડા કરી રહી છે. હાલમાં શહેરમાં વધુ એક ફૂટઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.વસ્ત્રાલ રિંગ રોડ પર આ શહેરનો પ્રથમ નવો વર્તુળાકાર બ્રિજ હશે.વસ્ત્રાલ રિંગ રોડ પર બનશે ફૂટ ઓવરબ્રિજવસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર અત્યઆધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જે શ
06:51 AM Feb 11, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે.તેને ઘટાડા માટે શહેરમાં અનેક રોડ રસ્તા પર ફૂટ ઓવરબ્રિજ બનાવવાની પણ કામગીરી ઔડા કરી રહી છે. હાલમાં શહેરમાં વધુ એક ફૂટઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે.વસ્ત્રાલ રિંગ રોડ પર આ શહેરનો પ્રથમ નવો વર્તુળાકાર બ્રિજ હશે.
વસ્ત્રાલ રિંગ રોડ પર બનશે ફૂટ ઓવરબ્રિજ
વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર અત્યઆધુનિક ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જે શહેરનો આ પ્રથમ ઓવરબ્રિજ બનશે જેની ડિઝાઈન વર્તુળ આકારની હશે.સાથે જ સીડીની અને લિફ્ટ,એસ્કેલેટરની સુવિધા આકર્ષણનું કેન્દ્ર બનશે. રામોલ, વટવા, ઓઢવ વિસ્તારના લોકો વસ્ત્રાલ ગામ તેમજ મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે એસ.પી. રિંગ રોડનો ઉપયોગ કરતા હોવાથી આ રોડ પર ટ્રાફિકનું સૌથી વધુ ભારણ રહે છે. ભવિષ્યમાં મેટ્રો સ્ટેશને આવનાર લોકોની સંખ્યા વધવાની ધારણા મુજબ તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એસપી રીંગ રોડના વસ્ત્રાલ સર્કલ પર આ ફૂટ ઓવરબ્રીજ બનાવવા માં આવશે.
કેવો હશે આ ઓવરબ્રિજ?
- બ્રિજની લંબાઈ - 320 મીટર
- વર્તુળની લંબાઈ - 250 મીટર
- પહોળાઈ - 4 મીટર
- મેટ્રો સ્ટેશન સાથે સીધી કનેક્ટીવીટી
- ઉંચાઈ - 5.67 મીટર
- ખર્ચ - 16.43 કરોડ રૂપિયા
આ ઓવરબ્રિજની કામગીરી 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ત્યાર બાદ લોકોને અહીંના ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે.
Next Article