AAP Gujarat માં ભડકો! રાજુ કરપડા બાદ વધુ એક ખેડૂત નેતા Sagar Rabari નું રાજીનામું
- આમ આદમી પાર્ટીમાં (AAP) થી વધુ એક નેતાનું રાજીનામું
- આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાએ આપ્યુ રાજીનામું
- પ્રદેશ મહામંત્રી સાગર રબારી (Sagar Rabari) એ આપ્યુ રાજીનામું
- સોશિયલ મીડિયામાં રાજીનામાની પોસ્ટ મુકી
- પાર્ટીમાં તમામ હોદ્દાઓ પરથી આપ્યુ રાજીનામું
AAP Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) ના સંગઠનમાં ભંગાણનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યાં હવે પક્ષના વધુ એક દિગ્ગજ નેતા અને પ્રદેશ મહામંત્રી સાગર રબારી (Sagar Rabari) એ પણ રાજીનામું ધરી દીધું છે. એક પછી એક કદાવર નેતાઓ મેદાન છોડી રહ્યા હોવાથી આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ (Internal Conflict) ચરમસીમાએ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
AAP પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આપ્યુ રાજીનામું
સાગર રબારીએ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ મૂકીને પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે સંગઠનની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠ્યા હતા, ત્યારે હવે સાગર રબારી જેવા પાયાના નેતાનું જવું તે પક્ષ માટે મોટો ઝટકો (Setback) સાબિત થશે.
શા માટે નેતાઓ છેડો ફાડી રહ્યા છે?
રાજુ કરપડા અને સાગર રબારી બંને ગુજરાતના જાણીતા ખેડૂત નેતાઓ છે. આ બંને નેતાઓએ ખેડૂતોના પ્રશ્ને લાંબી લડત આપી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, પક્ષમાં પાયાના કાર્યકરો અને પ્રદેશ સ્તરના નેતાઓની અવગણના થઈ રહી હોવાને કારણે આ રાજીનામા પડી રહ્યા છે. રાજુ કરપડાના રાજીનામા બાદ આશા હતી કે ડેમેજ કંટ્રોલ થશે, પરંતુ સાગર રબારીના રાજીનામાએ 'આપ'ની મુશ્કેલીઓ વધારી દીધી છે.
આ પણ વાંચો: Jasdan Tragic News: 4 માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દોડી આવ્યા


