Ahmedabad: આંબાવાડીમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, 2 મજૂરના મોત
Ahmedabad ના આંબાવાડીમાં કલ્યાણ જ્વેલર્સ પાછળની કન્સ્ટ્રક્શન સાઈટ પર 5મા માળે સેન્ટિંગનું કામ કરતી વખતે પાટ પરથી 3 મજૂરો નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં રાજસ્થાનના વતની દેવીલાલ અને શાંતિલાલ મનાતના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્ત છે. ઉંચાઈ પર કામ કરતા સમયે સુરક્ષાના સાધનોના અભાવે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે.
Advertisement
- Ahmedabad: કલ્યાણ જ્વેલર્સની પાછળ આવેલી સાઈટ પર દુર્ઘટના
- એક ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો
- 5માં માળેથી પટકાયા હતા 3 મજૂર, 2 મજૂરના મોત
Ahmedabad: અમદાવાદ શહેરમાં સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી એકવાર રક્તરંજિત દુર્ઘટના સામે આવી છે. અમદાવાદના આંબાવાડી (Ambavadi) માં આવેલી એક નિર્માણધીન સાઈટ પર કામ દરમિયાન 3 મજૂરો પાંચમા માળેથી નીચે પટકાયા છે. આ ગંભીર ઘટનામાં 2 મજૂરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

