Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Accident in Ahmedabad : શહેરના થલતેજ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત! 1નું મોત

અમદાવાદના થલતેજ અંડરપાસ નજીક સવારે ગંભીર અકસ્માત સર્જાયો. આઈસર ટ્રક અને કિયા કાર વચ્ચે ટક્કર થતા એક યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું, જ્યારે અન્ય વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. SG-2 ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
accident in ahmedabad   શહેરના થલતેજ વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત  1નું મોત
Advertisement
  • Accident in Ahmedabad
  • અમદાવાદના થલતેજ અંડર પાસમાં અકસ્માતની ઘટના
  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત
  • અકસ્માતની ઘટનામાં એકનું મોત, એકને ગંભીર ઇજા
  • SG-2 ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી

Accident in Ahmedabad : અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા અન્ડરપાસ નજીક આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) ની ઘટના બનતાં ખળભળાટ મચી ગયો છે. સવારના અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બનેલા આ ગંભીર બનાવમાં એક આઈસર ટ્રક અને એક કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના પરિણામે એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

અકસ્માતની ઘટના અને જાનહાનિ

પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતની ઘટના અન્ડરપાસ પાસેના હાઇવે પર સર્જાઈ હતી. રસ્તાના મધ્ય ભાગમાં ઊભેલા આઈસર ટ્રક સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, કાર ચલાવતા 23 વર્ષીય યુવાનનું માથામાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાની પુષ્ટિ ટ્રાફિક પોલીસે કરી છે. કારમાં સવાર અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત હાલ સ્થિર છે.

Advertisement

Advertisement

Accident બાદ પોલીસે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં જ SG-2 ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક થલતેજ અન્ડરપાસ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત (Accident) કયા સંજોગોમાં થયો તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતોની જો વાત કરીએ તો પોલીસના મતે, કિયા કારની ઝડપ વધારે હોવાનું જણાઈ આવ્યું છે. આ સાથે ટ્રક અચાનક બ્રેક માર્યા બાદ અથવા કોઈ કારણોસર હાઇવેના મધ્ય ભાગમાં ઊભો હતો. હાઇવે પર વહેલી સવારે રોડના મધ્યમાં ટ્રકનું ઊભું રહેવું પણ અકસ્માતનું કારણ બની શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ હાલમાં આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવીને તેનું વિશ્લેષણ કરી રહી છે, જેથી અકસ્માતની સાચી હકીકત સામે આવી શકે.

ટ્રાફિક પર અસર અને સ્થાનિક સહકાર

સવારે થયેલા આ ગંભીર અકસ્માતને કારણે થલતેજ અન્ડરપાસ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને અવરજવર પુનઃસ્થાપિત કરી હતી. સ્થાનિક લોકોએ પણ આ સમયે માનવતા દર્શાવીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં અને પોલીસને મદદરૂપ થવામાં સક્રિય સહયોગ આપ્યો હતો.

આ પણ વાંચો :  Ahmedabad News : SG હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત

Tags :
Advertisement

.

×