Ahmedabad: શહેરમાં કારની ખરીદી મામલે છેતરપિંડી આચરાનાર આરોપીની ધરપકડ
- કાર વેચાણના નામે 5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી
- મુખ્ય આરોપીના પુત્ર પ્રકાશ આહુજાની મુંબઈથી ધરપકડ
- આરોપી સામે ભૂતકાળમાં 3 ચીટિંગના ગુના નોંધાયેલા છે
Ahmedabad: અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કારની ખરીદી મામલે છેતરપિંડી આચારનાર આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના લોઅર પરેલમાં જવેલરી શોપ ધરાવતા વ્યક્તિ અને તેના બે પુત્રોએ અમદાવાદમાં કારની લે-વેંચ કરતા વ્યક્તિ સાથે કાર વેચાણના નામે પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપીના પુત્ર પ્રકાશ આહુજાની મુંબઈથી ધરપકડ થઈ છે.
આ પણ વાંચો: Banaskanth Division : વિરોધ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપ્યા મોટા સંકેત!
ગાડીનો સોદો કર્યો પરંતુ ડીલીવરી કરી જ નહોતી
અમદાવાદમાં કાર લે-વેચનો વ્યવસાય કરતા ધ્રુવેશ પટેલે મુંબઈના પ્રકાશ આહુજા પાસેથી 3.92 કરોડમાં કાર લીધી હતી. બેંકમાં કારલોન ભરીને ત્રણ માસમાં એનઓસી આપવાની વાત કરી હતી. જોકે બાદમાં 3 ગાડીની બેન્ક લોન ભરી પણ ન હતી. આ સાથે જ વધુ એક કારનો 95 લાખમાં સોદો કર્યો હતો. જોકે આ કારની ડીલીવરી પણ ન કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પ્રકાશના પિતા અને ભાઈ વિદેશમાં ફરાર થયા છે.
આ પણ વાંચો: Bharuch : સાંસદ મનસુખ વસાવાનો CM ને પત્ર, પોલીસ અધિકારી સામે કર્યા ગંભીર આક્ષેપ
શહેરમાં કેમ વધી રહ્યાં છે છેતરપીંડીના કેસો?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપી સામે ભૂતકાળમાં 3 ચીટિંગના ગુના નોંધાયા છે. આ મામલે એક આરોપીની ધરપકડ થયા બાદ આરોપીઓએ અગાઉ અન્ય વ્યક્તિ પાસે અથવા તો અન્ય શહેરમાં કાર વેચાણના નામે છેતરપિંડી કરી છે કે કેમ છે? અંગે તપાસ કરી છે. શહેરમાં અત્યારે આવા કેસી સંખ્યા ખુબ જ વધી રહ્યાં છે, જેથી પોલીસે પણ આ મામલે કાર્યવાહી શરૂ કરવી પડશે.


