Adani Family: દિવા અને જીત અદાણીએ સાંસારીક જીવનના પ્રથમ વર્ષની ઉજવણી દિવ્યાંગ મહિલાઓ સાથે કરી
- Adani Family: લગ્નની ખુશીને સેવામાં ફેરવી દીધી
- જીત–દિવા અદાણીની ‘મંગલ સેવા’ બની 500 દિવ્યાંગ બહેનોની આશાનો આધાર
- જ્યાં લગ્ન ઉત્સવ બન્યો સેવા સંકલ્પ
- અદાણી મંગલ સેવાની એક વર્ષીય ગૌરવયાત્રા
- અદાણી પરિવારની પ્રતિબદ્ધતાથી મંગલ સેવાને મળ્યું નવું આયામ
Adani Family: અમદાવાદના શાંતિગ્રામ (Shantigram) સ્થિત બેલ્વેડેર ક્લબ (Belvedere Club) માં ગુરુવારની સાંજે અદાણી મંગલ સેવા (Dani Mangal Seva) ને તેના સ્થાપનાના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે અર્થપૂર્ણ અને ભાવસભર ઉજવણી (Celebration) કરી. દિવા અને જીત અદાણી (Diva and Jeet Adani) ના વૈવાહિક જીવનના પ્રથમ વર્ષના પ્રસંગને વ્યક્તિગત આનંદથી આગળ વધારી સામાજિક સેવા અને દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણ સાથે જોડતી આ ઉજવણી ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના સંકલ્પનું જીવંત પ્રતિબિંબ બની. દિવ્યાંગ મહિલાઓ (Disabled women)ના ગૌરવ, આર્થિક સ્થિરતા અને સુરક્ષાને કેન્દ્રમાં રાખતી અદાણી મંગલ સેવા આજે એક સંવેદનશીલ વિચારમાંથી વિકસીને માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમરૂપે સ્થાપિત થઈ હોવાનું આ પ્રસંગે સ્પષ્ટ થયું.
Adani Family: વ્યક્તિગત આનંદથી સામાજિક પ્રતિબદ્ધતા સુધી
ગુરુવારની સાંજે અમદાવાદ (Ahmedabad) ના શાંતિગ્રામમાં આવેલી બેલ્વેડેર ક્લબના પટાંગણમાં એક અનોખો અને ભાવસભર પ્રસંગ ઉજવાયો. અદાણી મંગલ સેવાને સ્થાપનાનો એક વર્ષ પૂર્ણ થવાનો અવસર માત્ર ઉત્સવ પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ ચિંતન, સાતત્ય અને પરિપૂર્ણતાના ભાવ સાથે લેવામાં આવેલા સંકલ્પની જીવંત સાક્ષી બન્યો. જીત અને દિવા અદાણીએ 7 ફેબ્રુઆરી 2025ના તેમના લગ્ન પ્રસંગે લીધેલા દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણના નિર્ધારને આ ઉજવણી દ્વારા ફરી એક વખત સમાજ સામે દ્રઢપણે રજૂ કર્યો. એક સ્મરણિય ક્ષણ કરતાં વધુ, આ મેળાવડાએ શાંત ચિત્તે લીધેલા સંકલ્પ (Resolution) ને માન અને મરતબા સાથે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા સાબિત કરી.
Adani Family: દિવ્યાંગ મહિલાઓ માટે સ્થિરતા અને ગૌરવનો આધાર
પ્રતિ વર્ષ 500 દિવ્યાંગ મહિલાઓને ગૌરવ (Pride), સ્થિરતા અને આર્થિક સશક્તિકરણ (Economic empowerment) આપવાના વ્યક્તિગત સંકલ્પથી શરૂ થયેલી અદાણી મંગલ સેવા, આજે એક માળખાગત સામાજિક સુરક્ષા કાર્યક્રમમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અદાણી ફાઉન્ડેશન સંચાલિત આ પહેલ 25થી 40 વર્ષની વયની દિવ્યાંગ મહિલાઓને યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ મારફતે પ્રસ્થાપિત કરી તેમને મજબૂત આધાર પૂરો પાડે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથેની બેંકિંગ ભાગીદારી હેઠળ દરેક લાભાર્થીને રૂ. 10 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit) આપવામાં આવે છે. જે દસ વર્ષ સુધી ખાતરીપૂર્વક માસિક આવક અને ત્યારબાદ મુખ્ય રકમની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરે છે. ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત અમલમાં રહે તેવી આ વ્યવસ્થા માટે દર વર્ષે રૂ. 50 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેથી લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા અવિરત રહે.
આ પણ વાંચો--- Bharat Taxi : સહકારથી સમૃદ્ધિ તરફનું ઐતિહાસિક કદમ!
Adani Family: ‘સેવા હી સાધના હૈ’ની જીવંત અભિવ્યક્તિ
અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણી (Chairman Gautam Adani) ની ‘સેવા હી સાધના હૈ’ની માન્યતા આ પહેલના વિચાર, અને અમલીકરણનું માર્ગદર્શન બની છે. તેમણે જીત અને દિવા અદાણીના વૈવાહિક જીવનના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભકામનાઓ (Best wishes) પાઠવતાં જણાવ્યું હતું કે, દર વર્ષે 500 નવવિવાહિત દિવ્યાંગ બહેનોને રૂ. 10 લાખની આર્થિક સહાય આપવાનો સંકલ્પ આજે પણ એ જ સમર્પણ (Dedication) સાથે આગળ વધી રહ્યો છે.
જે તેમને સંતોષ અને કૃતજ્ઞતાનો ભાવ આપે છે. અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) ના અધ્યક્ષ ડૉ. પ્રીતી અદાણીએ આ પ્રસંગને માનવીય ગૌરવ, આશા અને સપનાઓના મહોત્સવ તરીકે વર્ણવ્યો. જીત અદાણીએ મંગલ સેવાને શાંત, સ્થિર અને ભરોસાપાત્ર જવાબદારી ગણાવી, જ્યારે દિવા અદાણીએ તેને વિશ્વાસ અને સુરક્ષાના પાયા પર નિર્મિત પહેલ તરીકે રજૂ કરી. લાભાર્થીઓ (Beneficiaries) ની ઉપસ્થિતિ, ફિક્સ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રોનું વિતરણ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સાથે આ સંધ્યાએ એક સ્પષ્ટ સંદેશ આપ્યો—સુખ ત્યારે જ પૂર્ણ બને છે જ્યારે તે અન્યના જીવનમાં કાયમી આશા અને સન્માન ઉમેરે.
આ પણ વાંચો--- Ahmedabad: સેવન્થ ડે સ્કૂલમાં ફરી લોહિયાળ જંગ, ક્લાસના મોનિટર પર જીવલેણ હુમલો


