Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Sindoor Van' : 'Operation Sindoor' ની સફળતા બાદ AMC બનાવશે 'સિંદુર વન', 551 સિંદૂરનાં વૃક્ષ રોપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ 'સિંદૂર વન' (Sindoor Van) બનાવવાનો નિર્ણય કરાયો છે.
 sindoor van     operation sindoor  ની સફળતા બાદ amc બનાવશે  સિંદુર વન   551 સિંદૂરનાં વૃક્ષ રોપાશે
Advertisement
  1. ઓપરેશન સિંદૂર બાદ હવે AMC 'Sindoor Van' બનાવશે
  2. જગતપુર બ્રિજ નજીક બનાવવામાં આવશે સિંદૂર વન
  3. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' ને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ થશે
  4. 551 જેટલા સિંદૂરનાં વૃક્ષો ઉગાડવામાં આવશે
  5. સિંદૂરનાં વૃક્ષ પર આવતા ફળ સુકાય તો તેમાંથી સિંદૂર નીકળે છે

'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. તિરંગા યાત્રા, સિંદુર યાત્રા યોજીને લોકો ભારતીય સેનાની કામગીરી, બહાદુરીને બિરદાવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સાથે ભવિષ્યમાં પણ આવનારી પેઢીઓ 'ઓપરેશન સિંદૂર' ની સફળતા અંગે જાણી શકે તે માટે એએમસી દ્વારા 'સિંદૂર વન' (Sindoor Van) બનાવવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી છે.

આ પણ વાંચો - MGNREGA Scam : ચૈતર વસાવાના BJP-કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ

Advertisement

5 જૂને 'વિશ્વ પર્યાવરણ દિન' ને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ 'સિંદૂર વન' (Sindoor Van) બનાવવાનો નિર્ણય કરાયો છે. જગતપુર બ્રિજ નજીક આ સિંદૂર વન બનાવવામાં આવશે. 5 જૂન 'વિશ્વ પર્યાવરણ દિન' નાં રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વનમાં 551 જેટલા સિંદૂરનાં વૃક્ષો ઉગાડવામાં આવશે. નોંધનીય છે કે સિંદૂરનાં વૃક્ષ પર આવતા ફળ સુકાય તો તેમાંથી સિંદૂર નીકળે છે.

Advertisement

આ પણ વાંચો - Mahesana: બહુચરાજીમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, બંને રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

પહેલગામ અટેકે બાદ ભારતીય સેનાઓએ આપ્યો હતો જડબાતોડ જવાબ

જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં વેકેશન માણવા ગયેલા નિર્દોષ પર્યટકો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો (Pahalgam Tarror Attack) હતો, જેમાં 27 જેટલા નાગરિકોનાં મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ આતંકીઓનો ખાતમો કરવા અને આતંકવાદને પાળનારા દેશ પાકિસ્તાન (Pakistan) સામે કડક કાર્યવાહી કરવા માગ ઉચ્ચારી હતી. દેશવાસીઓનો રોષ જોઈ ભારતીય સેનાએ (Indian Army) પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા, જેમાં 100 થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. જે બાદ બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું.

આ પણ વાંચો - Rajkot : કોઠારિયા રોડ પર 60 લાખની કિંમતનાં હીરા ચોરીનો ભેદ આખરે ઉકેલાયો, આરોપી સુરતથી ઝડપાયો

Tags :
Advertisement

.

×