Ahemdabad:ઉત્તરાયણ પહેલાં હાઈકોર્ટે ચાઈનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારીનો આપ્યો આદેશ
ઉત્તરાયણમાં (Uttarayan) પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારી કરાવવા ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) આદેશ આપ્યો છે. જેમાં ચાઈનીઝ દોરી, કાચ પાયેલા દોરા (ગ્લાસ કોટેડ) અને ચાઈનીઝ ટુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.
Advertisement
- ઉતરાયણમાં (Uttarayan)પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે હાઈકોર્ટનો (Gujarat High Court) આદેશ
- પ્રતિબંધિત વસ્તુઓના વેચાણમાં કડક અમલવારીના આપ્યા આદેશ
- કાચ પાયેલા દોરા, ચાઈનીઝ દોરી સહિતના મામલે કડક અમલવારીના આદેશ
- પ્રતિબંધિત વસ્તુઓઓનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહીના નિર્દેશ
- માત્ર વેચાણ નહીં, સંગ્રહ કરતા લોકો સામે પણ કાર્યવાહ કરવા નિર્દેશ
- સરકાર દ્વારા કરાયેલ કામગીરી અંગે કોર્ટમાં રજૂ કરાયો અહેવાલ
Ahemdabad: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આગામી ઉત્તરાયણ (Uttarayan) પર્વને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત પતંગ દોરીઓના વેચાણ, ઉત્પાદન અને સંગ્રહ સામે કડક અમલવારીના આદેશ આપ્યા છે. ચીની દોરી (ચાઈનીઝ માંજા), કાચ કોટેડ દોરા (ગ્લાસ કોટેડ) તેમજ અન્ય જોખમી વસ્તુઓ જેમ કે ચીની ટુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે.

