Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : સોલા સિવિલમાં 10% દર્દી હિટ સ્ટ્રોકના, ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા

AHMEDABAD : અમદાવાદ ( AHMEDABAD ) શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કાળઝાળ ગરમી કહેર વરસાવ્યો હતો તથા ગત સપ્તાહમા છેલ્લા 100 વર્ષના મે મહિનાનું મહત્તમ તાપમાન પણ નોંધાયું હતું. ગત સપ્તાહ દરમિયાન મુખ્યત્વે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ...
ahmedabad   સોલા સિવિલમાં 10  દર્દી હિટ સ્ટ્રોકના  ઝાડા ઊલટીના કેસ પણ વધ્યા
Advertisement

AHMEDABAD : અમદાવાદ ( AHMEDABAD ) શહેરમાં ગત સપ્તાહ દરમિયાન કાળઝાળ ગરમી કહેર વરસાવ્યો હતો તથા ગત સપ્તાહમા છેલ્લા 100 વર્ષના મે મહિનાનું મહત્તમ તાપમાન પણ નોંધાયું હતું. ગત સપ્તાહ દરમિયાન મુખ્યત્વે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. તેને કારણે ઝાડા ઊલટી તાવ શરદી ખાંસી જેવા લક્ષણો સાથે ડિહાઇડ્રેશન અને હિટ સ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહ દરમ્યાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓના હિટ સ્ટ્રોકને કારણે મોત પણ નીપજ્યા હતા. આવી કાળઝાળ ગરમીમાં મનુષ્યને ડિહાઇડ્રેશન જેવી તકલીફ થતી હોય છે, ત્યારે સામાન્ય રીતે ભારે ગરમીમાં મચ્છરજન્ય રોગ નિયંત્રણમાં આવે છે. પરંતુ ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગના દર્દીઓ પણ સારવાર અર્થે પહોંચ્યા હતા.

10% દર્દીઓ ગરમીને કારણે થયેલી તકલીફ માટે સારવાર લેવા પહોંચે છે

SOLA CIVIL, AHMEDABAD

SOLA CIVIL, AHMEDABAD

Advertisement

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની OPD માં અથવા ઇમરજન્સીમાં જેટલા પણ દર્દીઓ આવે છે. તેના 10% દર્દીઓ ગરમીને કારણે થયેલી તકલીફ માટે સારવાર લેવા પહોંચે છે. મળતી માહિતી અનુસાર, હિલ નેસના અથવા હિટ સ્ટ્રોકના દરરોજ 250-300 દર્દીઓ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચે છે. આ ઉપરાંત કાળઝાળ ગરમીમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે. કારણ કે, તાપમાનમા સતત વધારો થવાથી કેટલાક લોકોને તેને કારણે શરદી ખાંસી તાવ થાય છે. આ એક વાયરલ ઇન્ફેકશન હોવાથી તેના કેસમાં પણ વધારો થયો છે. ગત એક સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1,709 દર્દીઓ નોંધાયા હતા.

Advertisement

દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું

આ ઉપરાંત ઓપીડીમાં 10,221 દર્દીઓ સારવાર અર્થે પહોચ્યા હતા. જેમાંથી 1,127 દર્દીઓને વધુ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર કરી ગયું હતું. તેને કારણે હિટ સ્ટ્રોકનામાં સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગત સપ્તાહ દરમિયાન હિટ સ્ટ્રોકના ત્રણ દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેમની સ્થિતિ હાલ સુધારા ઉપર છે.

મહત્વનું છે કે, કાળઝાળ ગરમી વચ્ચે મનુષ્ય જ મોતને ભેટે છે. તેવા સમયગાળા દરમિયાન પણ મચ્છરજન્ય રોગે માથું ઉચક્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ગત સપ્તાહ દરમિયાન ડેંગ્યુના 49 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આથ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તથા મેલેરિયાના 155 સેમ્પલમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ચિકનગુનિયાના પાંચ સેમ્પલમાંથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સ્વાઇન ફ્લૂના પણ ત્રણ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કોઈ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. પાણીજન્ય રોગમાં ગત સપ્તાહ દરમિયાન ટાઇફોડના વાઇરલ હિપેટાઇટિસના 6-6 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 38 દર્દીઓ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હિમોફિલિયાના પણ 62 ગત સપ્તાહમાં સારવાર લીધી હતી જેમાંથી 17 બાળકો અને 45 વયસ્ક લોકો હતા.

અહેવાલ - કલ્પીન ત્રિવેદી 

આ પણ વાંચો : ફાયર સેફ્ટીના નામે તંત્રના નાટક! AMC ની પોલ ખોલતા આંકડા આવ્યાં સામે

Tags :
Advertisement

.

×