ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : વસ્ત્રાલ કેસમાં વધુ 2 ઝડપાયા, 6 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય 13 આરોપી જેલ હવાલે

આ પહેલા 13 આરોપીઓને ચાર દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા.
07:18 PM Mar 18, 2025 IST | Vipul Sen
આ પહેલા 13 આરોપીઓને ચાર દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા.
Ahmedabad_Gujarat_first
  1. વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપીને કોર્ટમાં રજૂ કરાયાં (Ahmedabad)
  2. કોર્ટે બન્ને આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા
  3. આ પહેલા ઝડપાયેલા 13 આરોપીને કોર્ટે જયુડિશયલ કસ્ટડીમાં મોકલ્યા
  4. પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે મોકલ્યા

Ahmedabad : હોળીની રાતે વસ્ત્રાલ વિસ્તારમાં (Vastral) જાહેરમાં 15 થી 20 જેટલા અસામાજિક તત્વોનાં ટોળા દ્વારા આતંક મચાવવા મામલે મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં વધુ બે ફરાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે બંને આરોપીઓના 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે આ પહેલા 13 આરોપીઓને ચાર દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માગ ન કરાતા કોર્ટે આરોપીઓને જયુડિશયલ કસ્ટડી મોકલવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો - Rajkot : પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિરોધીઓને આપ્યો જવાબ!

વસ્ત્રાલમાં આતંક મચાવનાર વધુ 2 આરોપી ઝડપાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાલ વિસ્તારમાં (Vastral) અસામાજિક તત્વાનાં આતંક મામલે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આજે આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. મેટ્રો કોર્ટે આરોપીઓનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. ધરપકડ થયેલા આરોપીઓની ઓળખ રવિ તિવારી અને હેમંત ભાવસાર તરીકે થઈ છે. રવિ તિવારી મૂળ UP અને હેમંત ભાવસાર મૂળ રાજસ્થાનનો છે. હેમંત ભાવસાર તે મુખ્ય આરોપી પંકજ ભાવસારનાં સગામાં થાય છે. જણાવી દઈએ કે, આ પહેલા ઝડપાયેલા 13 આરોપીઓનાં 4 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં આજે મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા હતા. જો કે, પોલીસે આરોપીઓનાં વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે તમામ આરોપીઓને સેન્ટ્રલ જેલ હવાલે મોકલ્યા છે.

આ પણ વાંચો - પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા

કોર્ટ બહાર લોકોએ 'ગુજરાત પોલીસ જિંદાબાદ' નાં નારા લગાવ્યા

જણાવી દઈએ કે, આ કેસમાં અત્યાર સુધીમાં એક સગીર સહિત કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજું પણ મુખ્ય આરોપી સહિતનાં અન્ય આરોપીઓ ફરાર હોવાથી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ કરાઈ રહી છે. ધરપકડ કરાયેલ આરોપીઓ પૈકી 17 વર્ષીય એક કિશોરને નજરકેદ કરીને તેના પિતાની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે, બાદમાં જુવેનાઇલ કોર્ટમાં (Juvenile Court) રજૂ કરાયો હતો. નોંધનીય છે કે, આજે જ્યારે આરોપીઓને કોર્ટમાં (Ahmedabad Metro Court) લઈ જવાતા હતા ત્યારે કોર્ટ બહાર હાજર લોકો દ્વારા 'ગુજરાત પોલીસ જિંદાબાદ' નાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad: જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે હવે કથાકાર રમેશભાઈ ઓઝાનો આક્રોશ

Tags :
AhmedabadAhmedabad Metro CourtAhmedabad PoliceCrime NewsGUJARAT FIRST NEWSGujarat PoliceJuvenile CourtTop Gujarati NewsVastral Incident
Next Article