ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ઠક્કરનગર પાસે મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, Video વાઇરલ

મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતા હોવાની આશંકાએ બજરંગ દળનાં એક યુવાન દ્વારા રોકવામાં આવ્યું હતું.
06:01 PM Jun 08, 2025 IST | Vipul Sen
મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતા હોવાની આશંકાએ બજરંગ દળનાં એક યુવાન દ્વારા રોકવામાં આવ્યું હતું.
Ahmedabad_gujarat_first main
  1. Ahmedabad માં ઠક્કરનગર પારસ ટાવર પાસે ગૌમાંસ પકડાયાની આશંકા
  2. બજરંગ દળનાં ગણેશ વણઝારાએ મોડિફાઇડ બાઇકરિક્ષાને ગૌમાંસની આશંકાએ રોક્યું હતું
  3. ગૌમાંસ પકડાયાની આશંકાએ નિકોલ પોલીસ હાથધરી કાર્યવાહી
  4. નિકોલ પોલીસે માંસનાં જથ્થા સાથે 2 મહિલાઓને પકડી કાર્યવાહી હાથ ધરી
  5. આગળની કાર્યવાહી FSl નાં રિપોર્ટ બાદ કરાશે : આર.ડી. ઓઝા

અમદાવાદમાં (Ahmedabad) ઠક્કરનગર પારસ ટાવર પાસે ગૌમાંસ પકડાયાની આશંકા મામલે નિકોલ પોલીસે (Nikol Police) તપાસ હાથ ધરી છે. મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતા હોવાની આશંકાએ બજરંગ દળનાં એક યુવાન દ્વારા રોકવામાં આવ્યું હતું અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળેથી માંસનાં જાથ્થા સાથે 2 મહિલાઓને પકડીને કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે હવે પોલીસનું નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - Mehsana : કડીમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ 10 વર્ષનાં બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું

મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી હોવાની શંકાએ બે મહિલા ઝડપાઈ

અમદાવાદનાં (Ahmedabad) ઠક્કરનગર વિસ્તારમાં આવેલ પારસ ટાવર પાસેથી બે મહિલા બાઇકને રિક્ષાની જેમ મોડિફાઇડ કરી હોય તેમાં ગૌમાંસ લઈ જતી હોવાની આશંકાએ બજરંગ દળના ગણેશ વણઝારાએ રોકી હતી. આ ઘટનાનો તેમણે વીડિયો પણ બનાવ્યો હતો. ગણેશ વણઝારાને ગૌમાંસની શંકા જતાં સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. નિકોલ પોલીસે (Nikol Police) બાઇકરિક્ષા, માંસનાં જથ્થા સાથે 2 મહિલાઓની ધરપકડ કરી છે. ઘટનાને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી. બજરંગ દળનાં (Bajrang Dal) સહસંયોજક એ આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે.

આ પણ વાંચો - Surat : વધુ એક મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મહિલાઓને પૂછતા કહ્યું- 'અમારું ખાવાનું લઈને જઈએ છીએ'

આ મામલે હવે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. આઈ ડિવિઝન, ઈનચાર્જ ACP આર.ડી. ઓઝાએ જણાવ્યું કે, ઠક્કરનગર બ્રિજ નજીક એક રાહદારીએ અન્ય વાહનને રોક્યું હતું. મોડિફાઇડ બાઈકમાં ગૌમાંસ હોય તેવી તેમને શંકા હતી. કોથળામાં માંસ લઈ જતા હતા. આ અંગે પૂછતા બાઈકને લઈ જનારે કહ્યું કે, અમારું ખાવાનું લઈને જઈએ છીએ. સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા કાબુ મેળવવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી FSL નાં રિપોર્ટ બાદ કરાશે.

આ પણ વાંચો - IPL 2025 : બુકીનું 100 કરોડનું ઉઠમણું, MLA અને પોલીસે પતાવટના નામે તોડ કર્યા

Tags :
AhmedabadAhmedabad Crime NewsBajrang DalGUJARAT FIRST NEWSNikol PoliceParas TowerThakkanagarTop Gujarati News
Next Article