ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : AMC માં હેડ કલાર્ક ભરતી કૌભાંડમાં યુવતી સહિત 3 ની ધરપકડ

પોલીસે યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ પૈકી 2 આરોપીઓએ નોકરી મેળવી હતી.
03:16 PM Jan 09, 2025 IST | Vipul Sen
પોલીસે યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ પૈકી 2 આરોપીઓએ નોકરી મેળવી હતી.
AMC_Gujarat_first
  1. Ahmedabad ની AMC માં હેડકલાર્ક ભરતી કૌભાંડનો મમલો
  2. કારંજ પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી
  3. એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી

અમદાવાદ (Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) હેડકલાર્ક ભરતી કૌભાંડ મામલે કારંજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે પોલીસે યુવતી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ પૈકી 2 આરોપીઓએ નોકરી મેળવી હતી. કાર્યવાહી દરમિયાન વધુ એક ઉમેદવારનું નામ સામે આવ્યું છે. આવનાર સમયમાં ત્રીજા ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવશે.

 આ પણ વાંચો - CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે નહીં થાય પાણીની અછત!

ત્રણ પૈકી 2 આરોપીઓએ નોકરી મેળવી હતી!

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા AMC માં હેડકલાર્ક ભરતી કૌભાંડ મામલે કારંજ પોલીસે (Karanj Police) એક યુવતી સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, પોલીસે જય પટેલ, જયના પિતા અશોક પટેલ અને મોનલ લિંબચિયાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, જય પટેલ અને મોનલ લિંબાચિયાએ નોકરી મેળવી હતી. સાથે જ બંનેએ પુલકિત સથવારા નામની વ્યક્તિને રૂ. 5 થી 6 લાખ આપ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

 આ પણ વાંચો - Brijraj Gadhvi એ Devayat Khawad ને કહ્યું- મન પડે ત્યારે આવી જજે, તારી જેમ છુપાઇને નથી રહેતા..!

તપાસમાં વધુ એક ઉમેદવારનું નામ સામે આવ્યું

માહિતી અનુસાર, આ મામલે પોલીસ તપાસમાં વધુ એક ઉમેદવારનું નામ સામે આવ્યું છે, જેની તપાસ પોલીસે આદરી છે. આવનાર સમયમાં ત્રીજા ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવશે એવી માહિતી છે. જણાવી દઈએ કે, અગાઉ એએમસીનાં ઇજનેર ખાતામાં સહાયક ટેક્નિકલ સુપરવાઇઝરની ભરતી કૌભાંડમાં કોર્પોરેશનનાં કર્મચારીઓનાં જ સગા-સંબંધીઓને નોકરી આપવામાં આવી હોવાનાં આરોપ થયા હતા.

 આ પણ વાંચો - Patan : HNGU માં ફરી મળી દારૂની ખાલી બોટલો! ષડયંત્ર છે કે ખરેખર દૂષણ વધ્યું ?

Tags :
AhmedabadAhmedabad Municipal CorporationAMCAMC Head Clerk Recruitment ScamBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsJOB in AMCJOB Recruitment ScamKaranj PoliceLatest News In GujaratiNews In Gujarati
Next Article