Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: કરોડોનો મુદ્દામાલ અને 81 ધરપકડ, સાણંદ હાઈપ્રોફાઈલ પાર્ટીની પૂરેપૂરી વિગત, જુઓ કોણ કોણ ઝડપાયું?

Ahmedabad: અમદાવાદ નજીક આવેલા સાણંદ (Sanand) ના ગોરજ ગામની સીમમાં મોડી રાત્રે પોલીસે એક હાઈ-પ્રોફાઈલ પાર્ટી પર ત્રાટકીને દારૂ અને હુક્કાની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. ગોરજ પાસે આવેલા 'સફલ નિર્વાણા ગ્રીન્સ' નામના વિકેન્ડ હોમમાં ચાલી રહેલી આ ભવ્ય પાર્ટીમાં પોલીસે ઓચિંતો દરોડો પાડીને કુલ 81 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે.
ahmedabad  કરોડોનો મુદ્દામાલ અને 81 ધરપકડ  સાણંદ હાઈપ્રોફાઈલ પાર્ટીની પૂરેપૂરી વિગત  જુઓ કોણ કોણ ઝડપાયું
Advertisement
  • Ahmedabad: સાણંદ (Sanand) માં હાઈપ્રોફાઈલ પાર્ટી (High-profile party)  માં પોલીસના દરોડા
  • દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા
  • કુલ 38 યુવતી અને 43 યુવકને અટકાયતમાં લેવાયા
  • પોલીસ તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા 

Ahmedabad: અમદાવાદ નજીક આવેલા સાણંદ (Sanand) ના ગોરજ ગામની સીમમાં મોડી રાત્રે પોલીસે એક હાઈ-પ્રોફાઈલ પાર્ટી (High-profile party) પર ત્રાટકીને દારૂ અને હુક્કાની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. ગોરજ પાસે આવેલા 'સફલ નિર્વાણા ગ્રીન્સ' (Farm house) નામના વિકેન્ડ હોમમાં ચાલી રહેલી આ ભવ્ય પાર્ટીમાં પોલીસે ઓચિંતો દરોડો પાડીને કુલ 81 લોકોને ઝડપી પાડ્યા છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે.

હાઈપ્રોફાઈલ પાર્ટી પર દરોડાની તપાસમાં શું સામે આવ્યું?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મુંબઈના મરીન ડ્રાઈવ (વાનખેડે સ્ટેડિયમ સામે) રહેતા અમિત ગોપીલાલ પચેરીવાલે આ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના સાઢુ આદર્શ અગ્રવાલની 25 મી લગ્નતિથિ (Silver Jubilee)ની ઉજવણી કરવા માટે તેમણે મિત્ર રવિ ગોરખપુરીયાના પ્લોટ નં. 200ખાતે આયોજન કર્યું હતું. મુંબઈ અને અમદાવાદના અનેક માલેતુજાર પરિવારના મિત્રોને આમંત્રિત કરી પરપ્રાંતિય વિદેશી દારૂ અને હુક્કાની ગેરકાયદેસર મેજબાની પીરસવામાં આવી રહી હતી.

Advertisement

કરોડોનો મુદ્દામાલ જપ્ત

સાણંદ પોલીસને બાતમી મળતા જ  ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.  આ દરોડામાં સ્થળ પરથી આલીશાન ગાડીઓ અને વિદેશી દારૂ સહિત કરોડોનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી આશરે  રૂ. 2,91,84,250 (બે કરોડ એકાણું લાખથી વધુ) નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 2.65 કરોડની કિંમતની 22 લક્ઝરી ફોર વ્હીલર ગાડીઓ, 26.30 લાખની કિંમતના 74 મોંઘા મોબાઈલ ફોન, 10 હુક્કા, હુક્કાની ફ્લેવર્સના 33 ડબ્બા અને 70 જેટલા કાચના ગ્લાસનો સમાવેશ થાય છે.પોલીસને ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 8 શીલબંધ બોટલો, 7 અડધી ભરેલી બોટલો અને 3 ખાલી બોટલો મળી આવી છે.

Advertisement

કડક કાયદેસરની કાર્યવાહી

પોલીસે આ મામલે આયોજક અમિત પચેરીવાલ સહિત મહેફિલ માણી રહેલા તમામ 81 શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો (65(એ)(એ),116(બી), 66(1)(બી), 75(એ), 85 (1)(3) ,81, 84, 86 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પરપ્રાંતિય દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે. હાઈ-પ્રોફાઈલ ગણાતા આ દરોડાથી સાણંદ અને અમદાવાદના માલેતુજાર વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ અમદાવાદના નામાંકિત પરિવારોના યુવક-યુવતીઓ નશાની હાલતમાં ઝડપાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસના દરોડા, દારૂ-હુક્કાની મહેફિલમાં 81 ઝડપાયા

Tags :
Advertisement

.

×