Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : Digital Arrest કેસમાં 4 આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા!

ધરપકડથી બચવું હોય તો વકીલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપશે, જે આ કેસની પતાવટ કરી દેશે...
ahmedabad   digital arrest કેસમાં 4 આરોપીની ધરપકડ  પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
Advertisement
  1. અમદાવાદ માં Digital Arrest મામલે 4 આરોપીઓની ધરપકડ
  2. આરોપીઓએ મની લોન્ડિંરગનો ગુનો અને ધરપકડ કરવાની ધમકી આપી હતી
  3. આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનાં નામે ઓળખ આપી છેતરપિંડી કરી હતી

અમદાવાદનાં (Ahmedabad ) સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ડિજિટલ અરેસ્ટનાં કિસ્સા મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. 11 નવેમ્બરનાં રોજ સોલા પોલીસ સ્ટેશનમાં ડિજિટલ અરેસ્ટ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારીનાં નામે ઓળખ આપી હતી. ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કરતી ટોળકી ચાઈનીઝ નંબરો વાપરી વોટ્સએપ અને ટેલિગ્રામથી લોકોને ભોગ બનાવતી હતી.

મની લોન્ડિંરગનો ગુનો અને ધરપકડ કરવાની ધમકી આપી હતી

પોલીસ ફરિયાદ અનુસાર, ફરિયાદીને 5 ઓગસ્ટનાં રોજ મોબાઇલ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં તેમનું એક કુરિયર ફેલ ગયું છે, જેની વધારે તપાસ કરવા માટે આગળ કોલ કનેક્ટ કરવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સાઇબર ઠગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કુરિયરમાં અલગ-અલગ 6 બેન્ક કાર્ડસ પડેલા છે અને તે કાર્ડ મની લોન્ડિંરગ (money laundering) ગુનાઓ કરવા માટે ઉપયોગ કરવા માટેનાં છે. આમ, તમારા પર મની લોન્ડિંરગનો કેસ થશે અને એરેસ્ટ કરવાની (Digital Arrest) ધમકી આપી હતી. જે માટે તેમને મુંબઈ જોવું પડશે અથવા તો સ્થાનિક પોલીસ (Ahmedabad Police) તેમના ઘરે આવીને પકડશે તેમ પણ કહેવામાં આવ્યું હતું. જો ધરપકડથી બચવું હોય તો એક વકીલની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી આપશે, જે આ કેસની પતાવટ કરી દેશે, આ પ્રકારની પણ વાત કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ઈન્દિરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, CCTV ફૂટેજ જોઈ જીવ અધ્ધર થઈ જશે!

Advertisement

આરોપીઓએ એકાઉન્ટમાંથી રૂ. 97,894.44 જેટલી રકમ ટ્રાન્સફર કરાવી

આથી, ફરિયાદી એ ડરીને સાઇબર ઠગ (Cyber Crime) દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે ડીલ કરવા માટે તૈયારી બતાવ્યા બાદ આરોપીઓએ ખલીમ અંસારી નામના કોઈ વકીલનું સ્કાઈપ આઈ.ડી. આપી વાત કરાવી હતી, જેને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવવું પડશે અને ED નો લેટર પણ આપ્યો હતો. બાદમાં ફરિયાદીનાં એકાઉન્ટમાં રહેલ રૂ. 97,894.44 જેટલી રકમ ટ્રાન્સફર કરી હતી. આ કેસમાં ફરિયાદનાં આધારે સોલા પોલીસે (Sola Police Station) તપાસ કરતા 4 આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીઓ પૈકી બે આરોપી સાહિલ અને તન્વીર રિક્ષાચાલક હોવાનું કે જેઓએ એકાઉન્ટ ભાડે આપતા હતાં, જેમાં પૈસા ટ્રાન્સફર થતાં હતાં, ખુલ્યું હતું. આરોપીઓ મહિને 5 થી 10 હજારમાં એકાઉન્ટ ભાડે આપતા હોવાની હકીકત સામે આવી છે.

આ પણ વાંચો - Junagadh : 'Mahakumbh' સ્પેશિયલ ટ્રેનને આખરે મળ્યું જુનાગઢનું સ્ટોપેજ

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

ડિજિટલ એરેસ્ટ કેસમાં મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ અને જયમીનગિરી ગોસ્વામીની ધરપકડ થઇ છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે પ્રિન્સ પટેલ અગાઉ વડોદરા (Vadodara) ડિજિટલ એરેસ્ટ કેસમાં (Digital Arrest) પકડાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી જયમીનગિરી ગોસ્વામી વિરુદ્ધ પણ પાલનપુર, મોડાસાનાં પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય સૂત્રધાર પ્રિન્સ પટેલ ભાડે લીધેલા એકાઉન્ટમાં પૈસા નખાવી US ડોલરમાં ટ્રાન્સફર કરાવી ઊંચા ભાવે વેચી લાભ મેળવતો હતો. છેલ્લા 2 થી 3 વર્ષથી ટોળકી ડિજિટલ એરેસ્ટ કરી સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરતી હતી. આરોપીઓ 14 જેટલા બેંક એકાઉન્ટ ભાડે લીધા હતા.

આ પણ વાંચો - Surat : ડાયમંડ હીરા બુર્સ નજીક કારે અચાનક પલટી મારી, 17 વર્ષીય વિદ્યાર્થિનીનું કમકમાટીભર્યું મોત

Tags :
Advertisement

.

×