ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી 4 નવી એમ્બ્યુલન્સનો ઉમેરો

ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર દ્વારા સાંસદ ગ્રાન્ટ અને સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિમાંથી 3 એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.
11:27 PM Apr 10, 2025 IST | Vipul Sen
ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર દ્વારા સાંસદ ગ્રાન્ટ અને સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિમાંથી 3 એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.
Ahmedbad_Gujarat_first
  1. સિવિલ હોસ્પિટલમાં 4 નવી એમ્બ્યુલન્સનો ઉમેરો કરાયો (Ahmedabad )
  2. રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર અને દાતા નરેન્દ્રભાઇ પટેલના પ્રતિનિધિ હસ્તે ફ્લેગ ઓફ
  3. સાંસદ ગ્રાન્ટ તેમ જ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે 3 નવી એમ્બ્યુલન્સ વસાવાઇ
  4. યુએસએમાં વસતા દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલે 1 એમ્બ્યુલન્સનું દાન કર્યું

Ahmedabad : રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર (Former Rajya Sabha MP Jugalsinh Thakor) અને દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલનાં પ્રતિનિધિના વરદ હસ્તે ચાર એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરી દર્દીઓની સેવા માટે રવાના કરવામાં આવી હતી. રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર દ્વારા સાંસદ ગ્રાન્ટ અને સિવિલ હોસ્પિટલ (Civil Hospital) રોગી કલ્યાણ સમિતિમાંથી 3 એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.

આ પણ વાંચો - Gun Licence Scam : બોગસ ગન લાઈસન્સ કૌભાંડમાં 16 આરોપીઓના રિમાન્ડ મંજૂર

સિવિલ હોસ્પિટલમાં 4 નવી એમ્બ્યુલન્સનો ઉમેરો કરાયો

સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓથી પ્રભાવિત અને સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ દર્દીઓને સારી સેવાઓ મળી રહે તે હેતુંથી હાલમાં યુએસએમાં વસતા દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલે પોતાનાં બહેન સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલનાં સ્મરણાર્થે 1 એમ્બ્યુલન્સનું સિવિલ હોસ્પિટલને દાન આપ્યું. સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન મંડળ અને રાજ્યસભાનાં ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોરની સાંસદ ગ્રાન્ટ તેમ જ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિનાં સંયુક્ત ઉપક્રમે 3 નવી એમ્બ્યુલન્સ (Ambulance) વસાવવામાં આવી છે.

આ પણ વાંચો - Gandhinagar : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જીલ્લામાં પડશે વરસાદ

1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે નવી એમ્બ્યુલન્સને ફ્લેગ ઑફ કરાયું

આ સાથે સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓથી પ્રભાવિત અને સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ દર્દીઓને સારી સેવાઓ મળી રહે તે હેતુંથી અગાઉ પણ સિવિલ હોસ્પિટલને 2 કરોડ જેટલી માતબર રકમનું દાન કરી ચૂકેલા હાલમાં USA માં વસતા દાતા નરેન્દ્રભાઇ શંકરલાલ પટેલે પોતાનાં બહેન સ્વ. ઉર્વશીબેન શંકરલાલ પટેલનાં સ્મરણાર્થે 1 એમ્બ્યુલન્સનું સિવિલ હોસ્પિટલને દાન આપ્યુ છે. આજે 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે ભૂતપૂર્વ સાંસદ જુગલસિંહ ઠાકોર, દાતા નરેન્દ્રભાઇ પટેલનાં (Donor Narendrabhai Shankarlal Patel) પ્રતિનિધીનાં વરદ હસ્તે હોસ્પિટલ સ્ટાફની ઉપસ્થિતિમાં બેઝિક લાઇફ સપોર્ટ સુવિધા ધરાવતી આ 4 નવી એમ્બ્યુલન્સને ફ્લેગ ઑફ કરી સેવારત કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં કુલ 15 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે, જેમાં અમુક એમ્બ્યુલન્સ જૂની અને વધુ વપરાયેલી હોવાથી આ 4 નવી એમ્બ્યુલન્સ આવતા હવે દર્દીઓને વધુ ઝડપી અને ગુણવત્તાસભર સેવા મળી શકશે. તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું.

અહેવાલ :  સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Jamnagar : ઘોર કળિયુગ..! હવસનાં ભૂખ્યા નરાધમે ગાય પર આચર્યું દુષ્કર્મ, લોકોમાં રોષ

Tags :
1200-bed Civil HospitalAhmedabadAhmedabad Civil HospitalAmbulanceDonor Narendrabhai Shankarlal PatelFormer Rajya Sabha MP Jugalsinh ThakorGUJARAT FIRST NEWSMP GrantSuperintendent Dr. Rakesh JoshiTop Gujarati News
Next Article