ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : સરખેજના શકરી તળાવમાં એક સાથે 4 યુવક ડૂબ્યા, 2 નાં મોત, 1 બચ્યો, અન્ય એકની શોધખોળ

4 પૈકી 2 યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમની ઓળખ 18 વર્ષીય પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ ચાવડા તરીકે થઈ છે.
07:15 PM Sep 02, 2025 IST | Vipul Sen
4 પૈકી 2 યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમની ઓળખ 18 વર્ષીય પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ ચાવડા તરીકે થઈ છે.
Ahmedabad_Gujarat_first main
  1. Ahmedabad નાં સરખેજ વિસ્તારમાં મોટી દુર્ઘટના ઘટી
  2. શકરી તળાવમાં એક સાથે ચાર યુવક ડૂબતા અફરાતફરીનો માહોલ
  3. 4 પૈકી 2 યુવકના ડૂબી જવાથી મોત, 1 નો બચાવ, અન્ય 1 ની શોધખોળ
  4. બંને આશાસ્પદ યુવકોના મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન

Ahmedabad : સરખેજ વિસ્તારમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. શકરી તળાવમાં ચાર યુવક ડૂબ્યા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ફાયર ટીમ દ્વારા 4 પૈકી 2 યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જેમની ઓળખ 18 વર્ષીય પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ સોલંકી તરીકે થઈ છે. એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાલ પણ ચાલુ છે.

 આ પણ વાંચો - Vadodara : વાઇરલ Video માં BJP નેતા સાથે દેખાયો મુખ્ય આરોપી! રાજકારણમાં ગરમાવો

શકરી તળાવમાં એક સાથે ચાર યુવક ડૂબતા અફરાતફરી સર્જાઈ

પ્રાથમિક માહિતી અનુસાર, અમદાવાદનાં (Ahmedabad) સરખેજ વિસ્તારમાં (Sarkhej) આવેલ શકરી તળાવમાં આજે એક સાથે ચાર યુવકો ડૂબ્યા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ત્વરિત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતાં પ્રહલાદનગર ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી છે અને યુવકોને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 આ પણ વાંચો - Kutch : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાંહેધરી બાદ મહંત યોગી દેવનાથ બાપુએ પારણા કર્યા

4 પૈકી 2 યુવકનાં મોત, 1 ને ફાયરની ટીમે બચાવ્યો, અન્ય એકની શોધ યથાવત

તાજેતરની માહિતી મુજબ, ફાયર વિભાગની ટીમ (Ahmedabad Fire Brigade) દ્વારા 4 પૈકી બે યુવકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે પરંતુ, અન્ય એક યુવક ન મળતા તેની શોધખોળ હાલ પણ ચાલું છે. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી આદરી છે. આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે.

 આ પણ વાંચો - Electricity Bill : આનંદો! વીજધારકોને રાહત આપવા સરકારે લીધો આ મોટો નિર્ણય

Tags :
4 Boys drowned in Shakri LakeAhmedabadAhmedabad Fire BrigadeGUJARAT FIRST NEWSSarkhejSarkhej PoliceTop Gujarati News
Next Article