Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : 45 વર્ષીય હેમંત સોની બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કર્યું

સમગ્ર પ્રક્રિયાનાં અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું, જેને સિવિલની કિડની હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાશે.
ahmedabad   45 વર્ષીય હેમંત સોની બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કર્યું
Advertisement
  1. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન (Ahmedabad)
  2. 45 વર્ષીય હેમંત સોની બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાન કર્યું
  3. બે કિડની, લીવરનું દાન મળ્યું, 193 અંગદાતા થકી કુલ 635 અંગોનું દાન મળ્યું
  4. 616 દર્દીઓનાં જીવનમાં નવો પ્રકાશ ફેલાયો : ડો. રાકેશ જોશી

Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ગઇકાલે 18 મેનાં રોજ 193 મું અંગદાન થયું છે. અમદાવાદનાં સૈજપુર-બોઘા વિસ્તારમાં (Saijpur-Bogha) રહેતા 45 વર્ષીય હેમંત સોનીને 16 મેનાં રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરિવારજનો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Vadodara : કોર્પોરેશનની સામાન્ય સભામાં યૂથ કોંગ્રેસનાં કાર્યકરો-BJP કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી!

Advertisement

45 વર્ષીય હેમંત સોની બ્રેઇન ડેડ થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો

માહિતી અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લગભગ 48 કલાકની સઘન સારવાર અને તબીબોનાં પ્રયત્નો છતાં આખરે તેઓને તબીબો દ્વારા 18 મે, 2025 નાં રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. બ્રેઇનડેડ (Organ Donation) જાહેર કરાયાં બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ, કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઇનાં પરિવારજનોને અંગદાનનાં મહાત્મય વિશેની સમજણ આપવામાં આવી હતી. પરોપકાર ભાવ સાથે હેમંતભાઈનાં માતા શારદાબહેને પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી. પરિવારજનોની સંમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ હેમંત સોનીના (Hemant Soni) અંગોનાં રિટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : વિકાસ ઝંખતા ગિરનારની સમસ્યાઓનાં હલ માટે જુનાગઢનાં અગ્રણી સંતો ગાંધીનગર પહોંચ્યા

બે કિડની, લીવરનું દાન મળ્યું, 193 અંગદાતા થકી કુલ 635 અંગોનું દાન મળ્યું

સમગ્ર પ્રક્રિયાનાં અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું, જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમ જ ત્વચાનું પણ દાન (Organ Donation) મળ્યું હતું, જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમ જ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવનનો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ. તેમ ડો. રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) વધુમાં જણાવ્યું હતું.

અહેવાલ : સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો - Visavadar By-election : AAP- કોંગ્રેસ ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા, કહ્યું- વાત કર્યા વગર.!

Tags :
Advertisement

.

×