ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : મળો... ‘સાઈડકારવાળા દાદી’ ને ! બે બહેનોનું પ્રેરણાદાયી જીવન નવી હૂંફ આપશે!

બંને વૃદ્ધાવસ્થામાં હોવા છતાં પણ ટેન્શન વગર તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે અને યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યા છે.
10:23 PM Mar 11, 2025 IST | Vipul Sen
બંને વૃદ્ધાવસ્થામાં હોવા છતાં પણ ટેન્શન વગર તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે અને યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યા છે.
Ahmedabad_Gujarat_first 3
  1. પાલડીમાં રહેતા બે બહેનો વૃદ્ધાવસ્થામાં પણ યુવાનોને આપી રહ્યા છે પ્રેરણા (Ahmedabad)
  2. સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલીથી જીવનનો આનંદ લેવાની આપે છે હૂંફ
  3. 86 વર્ષીય મંદાબેન અને 83 વર્ષીય ઉષાબેન ‘સાઈડકારવાળા દાદી’ તરીકે ઓળખાય છે
  4. મંદાબેન સ્કૂટર ચલાવે છે અને ઉષાબેન સાઈડકારમાં બેસી શહેરની સેર કરે છે

અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં રહેતા બે બહેનો અંગે જાણી તમને પણ જીવન જીવવાની પ્રેરણા મળશે. એક છે 86 વર્ષીય મંદાબેન અને બીજા છે 83 વર્ષીય ઉષાબેન, જે નાનપણથી એકબીજા સાથે જ રહે છે અને આટલી ઊંમર હોવા છતાં તેમનો જીવન જીવવાનો જુસ્સો અને હોંસલો હજું પણ અકબંધ છે. બંને વૃદ્ધાવસ્થામાં હોવા છતાં પણ ટેન્શન વગર તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે અને યુવાનોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Kheda : 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે મહેમદાવાદથી ડાકોરનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો

વૃદ્ધાવસ્થામાં પણ જીવવાનો જુસ્સો, ‘સાઈડકારવાળા દાદી’ તરીકે ઓળખે છે લોકો

જણાવી દઈએ કે, 86 વર્ષીય મંદાબેન (Mandaben) અને 83 વર્ષીય ઉષાબેન (Ushaben) જેઓ અમદાવાદનાં (Ahmedabad) પાલડી વિસ્તારમાં રહે છે, આ બંને બહેનો નાનપણથી એકબીજા સાથે જ રહે છે. આટલી ઉંમર હોવા છતાં બંને બહેનોનું ટેંશન ફ્રી જીવન જીવવાનો જુસ્સો અને અંદાજ જોતા ધરણીધર, પાલડી (Paldi) અને વાસણા સહિત અમદાવાદનાં વિવિધ વિસ્તારનાં લોકો તેમને ‘સાઈડકારવાળા દાદી’ તરીકે ઓળખે છે.

આ પણ વાંચો - Ahmedabad : ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ ફેઝ-2 ની કામગીરી માટે 1003 કરોડની દરખાસ્તને મંજૂરી

મંદાબેન સ્કૂટર ચલાવે છે અને ઉષાબેન સાઈડકારમાં બેસી બંને શહેરની સેર કરે છે

જી હાં, ‘સાઈડકારવાળા દાદી’ પાછળની હકીકત એમ છે કે 86 વર્ષનાં મોટા મંદાબેન હંમેશા સ્કૂટર ચલાવે છે અને 83 વર્ષીય નાની બહેન જેમને ગાડી ચલાવતા નથી આવડતું, તેમને બાજુમાં સાઈડકારમાં બેસાડી શહેરની સેર કરાવે છે. આ બંને બહેનોએ લગ્ન નહીં કરવાનું નક્કી કરી કાયમ એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું. મંદાબેન વર્ષ 1962 માં 25 વર્ષની ઉંમરે પ્રથમ વખત ટુવ્હિલર ચલાવતા શીખ્યા હતા. સાથે જ તેઓએ સ્ત્રી શક્તિકરણ અને જાગૃતિ માટેનાં અનેક પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે. આ બહેનોનો પરિવાર અમદાવાદની પતાસાપોળમાં રહેતો હતો. તેમના પિતાએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. આજે પણ બંને બહેનો સાથે રહીને વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ્ય અને તંદુરસ્ત જીવન જીવીને લોકોને પ્રેરણા આપી રહ્યાં છે.

આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!

Tags :
AhmedabadGUJARAT FIRST NEWSInspiring Sistersinspiring storyMandabenPaldiSidecarDidiSidecarGrandmasTop Gujarati NewsUshabenwomen empowerment
Next Article