Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Ahmedabad: ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી, સ્થાનિકોમાં ભયનો માહોલ

Ahmedabad: અમદાવાદ ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેમાં ધોળી ગામ પાસે પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધૂમાડા દેખાયા છે. તથા બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચ્યું હતું. તથા ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ કર્યો હતો.
ahmedabad  ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી  સ્થાનિકોમાં ભયનો માહોલ
Advertisement
  • Ahmedabad: પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી
  • આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ હતી
  • ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ કર્યો

Ahmedabad: અમદાવાદ ધોળકામાં ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. જેમાં ધોળી ગામ પાસે પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધૂમાડા દેખાયા છે. તથા બનાવની જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોચ્યું હતું. તથા ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ કર્યો હતો.

અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો

ધોળકા તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં ભીષણ આગની ઘટના બની હતી. કંપનીના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડો છવાઈ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આગની જાણ થતાં જ ધોળકા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

Ahmedabad: આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી

આગ પર કાબૂ મેળવવા માટે ચિરિપાલ કંપનીની ફાયર ફાઈટર ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. ફાયર બ્રિગેડની અનેક ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ હતી. હાલમાં આગને કાબૂમાં લેવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જોકે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Weather: રાજયમાં શીત લહેર જોવા મળી, જાણો ઠંડીની શું છે આગાહી

Tags :
Advertisement

.

×