ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AHMEDABAD : ગૂજરાત વિદ્યાપીઠ ખાતે 'મતદાન જાગૃતિ' અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

AHMEDABAD GUJARAT VIDHYAPITH : યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી AHMEDABAD જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા...
08:56 PM Apr 03, 2024 IST | Harsh Bhatt
AHMEDABAD GUJARAT VIDHYAPITH : યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી AHMEDABAD જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા...

AHMEDABAD GUJARAT VIDHYAPITH : યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન કરે તેવા હેતુથી AHMEDABAD જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 'મતદાન જાગૃતિ' અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ અભિયાન અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 'મતદાન જાગૃતિ' અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વધુમાં યુવાનોને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફર્સ્ટ ટાઇમ વોટર બનનારા સૌ યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.

 

 

આ પ્રસંગે NSS ના નિર્દેશક ડૉ. કમલકુમાર કર, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખાના ડીન ડૉ. કનૈયાલાલ નાયક, NSSના કો-ઓર્ડીનેટર ડો.અરુણભાઈ ગાંધી, સ્વીપ નોડલ ઓફિસર યોગેશભાઈ પારેખ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોમાં 'મતદાન જાગૃતિ'ના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, AHMEDABAD શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં AHMEDABAD ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે.

અહેવાલ - સંજય જોશી 

આ પણ વાંચો : સાબરકાંઠામાં ક્ષત્રિય વિરૂધ્ધ ક્ષત્રિયો, ઠાકોર સેનાએ આ ઉમેદવારને આપ્યું સમર્થન

Tags :
AhmedabadAHMEDABAD ELECTIONAHMEDABAD VIDHYAPITHBJPCongressElection CommissionGujarat FirstLok Sabha 2024Lok-Sabha-electionNSSStudentsSTUDENTS PROGRAMUniversityvotersVotingVOTING AWARENESS
Next Article