ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિમિટેડની અનોખી પહેલ! તમામ શાખાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Ahmedabad : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં, સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિમિટેડે 1 જુલાઈ, 2025થી “સહકાર સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે, બેંકની તમામ શાખાઓ દ્વારા 1 જુલાઈ, 2025ના રોજ વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બેંકના ખાતેદારો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું.
03:42 PM Jul 02, 2025 IST | Hardik Shah
Ahmedabad : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં, સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિમિટેડે 1 જુલાઈ, 2025થી “સહકાર સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે, બેંકની તમામ શાખાઓ દ્વારા 1 જુલાઈ, 2025ના રોજ વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બેંકના ખાતેદારો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું.
Saraspur Nagarik Co-operative Bank Limited

Ahmedabad : આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ના ઉપલક્ષ્યમાં, સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિમિટેડે 1 જુલાઈ, 2025થી “સહકાર સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ કર્યો છે. આ કાર્યક્રમના ભાગરૂપે, બેંકની તમામ શાખાઓ દ્વારા 1 જુલાઈ, 2025ના રોજ વૃક્ષારોપણનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બેંકના ખાતેદારો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું. જણાવી દઇએ કે, બેંકે 1 જુલાઈથી 6 મે, 2025 દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે, જે સહકારી ભાવના અને સામાજિક જવાબદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

વૃક્ષારોપણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી

સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંકે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ની થીમને અનુરૂપ પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1 જુલાઈ, 2025ના રોજ યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં બેંકની શાખાઓ દ્વારા એકસાથે મળીને વૃક્ષો રોપવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા ન માત્ર હરિયાળી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ લોકોમાં વૃક્ષોની જાળવણી અને પર્યાવરણના મહત્વ અંગે જાગૃતિ પણ લાવવામાં આવી. આ પહેલ સરસપુર બેંકની સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે.

વૃક્ષારોપણ આજના સમયમાં જરૂરી

વૃક્ષારોપણ આજના સમયમાં પર્યાવરણની જાળવણી અને માનવજીવનની સુખાકારી માટે અત્યંત જરૂરી છે. વૃક્ષો પૃથ્વીના ઇકોસિસ્ટમનો આધારસ્તંભ છે, જે હવા, પાણી, જમીન અને જૈવવિવિધતાને સંતુલિત રાખે છે. સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ 2025ના “સહકાર સપ્તાહ” નિમિત્તે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમ જેવી પહેલ આનું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો :   Green Gujarat Green Ahmedabad : વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ, છાયાદાર-ઔષધિય વૃક્ષો રોપાયા

Tags :
AhmedabadAhmedabad NewsBank CSR ActivityBank Employees EngagementClimate actionCommunity ParticipationCooperative movementEco-friendly CampaignEnvironmental AwarenessGreen InitiativeGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahInternational Year of Cooperatives 2025Plantation Campaign 2025Public Awareness ProgramsSahkar Saptah 2025Saraspur Co-operative BankSocial Responsibilitysustainable developmentTree Plantation Drive
Next Article