Ahmedabad Accident: ધોળકા-બગોદરા રોડ પર અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો
- Ahmedabad ના ધોળકા બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત
- વાલથેરા ગામ નજીક કાર પલટી જતાં સર્જાયો ભયાનક અકસ્માત
- અકસ્માતમાં કુલ 4 લોકોના મોત, 3ના ઘટનાસ્થળે જ જીવ ગયા
- બારેજાથી સગાઈના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત
Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે (Dholka-Bagodara Highway) પર એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત (Tragic Accident) સર્જાયો છે. વાલથેરા ગામ નજીક એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક જ પરિવારના 4 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 થી 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Ahmedabad ના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ, આ પરિવાર અમદાવાદના બારેજા (Bareja) વિસ્તારનો રહેવાસી છે. પરિવારના સભ્યો કારમાં સવાર થઈને એક સગાઈના પ્રસંગમાં (Engagement Ceremony) જઈ રહ્યા હતા. ત્યારે વાલથેરા ગામ પાસે અચાનક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ (Lost Control) ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધોળકા ખસેડાયા
અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલા 5 થી 6 લોકોને તાત્કાલિક ધોળકાની હોસ્પિટલમાં (Dholka Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગાઈના હર્ષોલ્લાસ વચ્ચે અચાનક કાળનો પંજો ફરી વળતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
અમદાવાદના ધોળકા બગોદરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત
વાલથેરા ગામ નજીક કાર પલટી જતાં સર્જાયો ભયાનક અકસ્માત
અકસ્માતમાં કુલ 4 લોકોના મોત, 3ના ઘટનાસ્થળે જ જીવ ગયા
બારેજાથી સગાઈના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત
કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ
અકસ્માતમાં… pic.twitter.com/5vqYndrCxg— Gujarat First (@GujaratFirst) May 1, 2026
આ પણ વાંચો: Gujarat News Today: આજે 01 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


