Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : અભિનેતા પ્રતિક ગાંધીએ 1 જ દિવસમાં ‘હું ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’ નાટકથી દર્શકોનાં દિલ જીત્યા

રંગભૂમિના ચાહકો માટે અમદાવાદમાં ખાસ થિયેટર ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) એક જ દિવસે બે લોકપ્રિય મોનો પ્લે ‘હું ચંદ્રકાંત બક્ષી’ (Hu Chandrakant Bakshi) અને ‘મોહનનો મસાલો’દર્શકો સામે રજૂ કર્યા હતા. 24 મી મેનાં રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે આ મોનો પ્લે સાથે થિયેટર ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું. આ નાટકોએ દર્શકોનાં દિલ જીતી લીધા હતા.
ahmedabad   અભિનેતા પ્રતિક ગાંધીએ 1 જ દિવસમાં ‘હું ચંદ્રકાંત બક્ષી’  ‘મોહનનો મસાલો’ નાટકથી દર્શકોનાં દિલ જીત્યા
Advertisement

Ahmedabad : રંગભૂમિ માટે જાણીતું અમદાવાદ ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. રંગભૂમિના ચાહકો માટે ખાસ થિયેટર ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) એક જ દિવસે બે લોકપ્રિય મોનો પ્લે ‘હું ચંદ્રકાંત બક્ષી’ (Hu Chandrakant Bakshi) અને ‘મોહનનો મસાલો’દર્શકો સામે રજૂ કર્યા હતા અને મનોરંજન કર્યું હતું. 24મી મે, રવિવારનાં રોજ ઠાકોરભાઈ દેસાઈ હોલ (Thakorbhai Desai Hall)ખાતે આ મોનો પ્લે સાથે થિયેટર ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું. આ નાટકોએ દર્શકોનાં દિલ જીતી લીધા હતા.

Advertisement

પ્રતિક ગાંધીએ એક જ દિવસમાં બે2 મોનો પ્લે રજૂ કરી દર્શકોના દિલ જીત્યા

અમદાવાદમાં રંગભૂમિના ચાહકો માટે ખાસ થિયેટર ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતના જાણીતા અભિનેતા પ્રતિક ગાંધી (Pratik Gandhi) એક દિવસમાં તેમના બે લોકપ્રિય મોનો પ્લે ‘હું ચંદ્રકાંત બક્ષી’ અને ‘મોહનનો મસાલો’ સાથે દર્શકોને મનોરંજન પૂરું પાડી પોતાની કલાથી અભિભૂત કર્યા હતા. અમદાવાદના (Ahmedabad) લો ગાર્ડન સ્થિત ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે આજે 24 મી મે, રવિવારે આ બંને નાટક રજૂ થયા હતા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

ગાંધીજીના વિચારો-વ્યક્તિત્વનાં ઘડતરનાં પ્રસંગોને અનોખી રીતે મંચ પર રજૂ કર્યા

‘હું ચંદ્રકાંત બક્ષી’ માં લેખક ચંદ્રકાંત બક્ષી (Chandrakant Bakshi) ના ફાયરબ્રાન્ડ વ્યક્તિત્વને રંગમંચ પર જીવંત કરતા જોવા મળ્યા હતા. ત્યારે 'મોહનનો મસાલો' (Mohan no Masalo) નાટકમાં મહાત્મા ગાંધી (Mahatma Gandhi) બનતા પહેલાનાં ‘મોહન’ના જીવનપ્રવાસ, વિચારો અને વ્યક્તિત્વનાં ઘડતરનાં પ્રસંગોને અનોખી રીતે મંચ પર રજૂ કરવામાં આવ્યા હતા. પ્રતિક ગાંધીએ એકલા જ અનેક ભાવનાઓ અને પાત્રોના માધ્યમથી દર્શકોને અલગ અનુભવ કરાવ્યું હતું. બંને નાટકોનું દિગ્દર્શન મનોજ શાહ (Manoj Shah) દ્વારા કરવામાં આવ્યું અને લેખન શિશિર રામાવતનું (Shishir Ramawat) છે. થિયેટર ઇવનિંગનું આયોજન આરતી સોની (Aarti Soni) અને રુદ્ર રંગમંચ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ખાસ થિયેટર ઇવનિંગમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું અને આ નાટકોએ દર્શકોનાં દિલ જીતી લીધા હતા.

આ પણ વાંચો - Dharmendra ને મરણોત્તર પદ્મવિભૂષણથી નવાજ્યા, પત્ની-પુત્રી ભાવુક થયા

Tags :
Advertisement

.

×