Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ગાંધીનગર બાદ અમદાવાદમાં દીવાલ પડી, બે શ્રમિકનાં મોત

ફાયર જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ahmedabad   ગાંધીનગર બાદ અમદાવાદમાં દીવાલ પડી  બે શ્રમિકનાં મોત
Advertisement
  1. Ahmedabad માં જે.પી. સ્કૂલ નજીક દીવાલ ધરાશાયી થઈ
  2. દરિયાપુરા વિસ્તારમાં દીવાલ ધરાશાઈ થતાં 2 શ્રમિકો દટાયા
  3. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે શ્રમિકોને ખસેડાયા હતા
  4. સિવિલ હોસ્પિટલમાં તબીબે બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા

ગાંધીનગર બાદ અમદાવાદમાં (Ahmedabad) દીવાલ ધરાશાયી થતાં 2 શ્રમિકોનાં મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. દરિયાપુર વિસ્તારમાં આવેલી જે.પી. સ્કૂલ (J.P. School) નજીક દીવાલ ધરાશાયી થતાં 2 શ્રમિક તેની નીચે દટાયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને શ્રમિકોને બહાર કાઢ્યા હતા. પરંતુ, સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) તબીબે બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર મુસાફરની તપાસ એન્જસીએ કરી પૂછપરછ!

Advertisement

Advertisement

દીવાલ નીચે બે શ્રમિક દટાયા, સારવાર મળે તે પહેલા થયું મોત

ગાંધીનગર (Gandhinagar) બાદ અમદાવાદમાં ગોઝારી ઘટના બની છે. માહિતી અનુસાર, જે.પી.સ્કૂલ નજીક આવેલ એક દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલ નીચે બે શ્રમિક દટાયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની (Fire Department) ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, સિવિલ હોસ્પિટલનાં તબીબે બંને શ્રમિકોને મૃત જાહેર કર્યા છે. સારવાર મળે તે પહેલા બંને શ્રમિકોનાં મોત નીપજ્યા હતા. આ મામલે પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Rath Yatra 2025 : કામગીરી સમયે AMC ની ઘોર બેદરકારી! રથયાત્રા અંગે ઋષિકેશ પટેલનું નિવેદન

ગાંધીનગરમાં પણ કન્સ્ટ્રક્શન સાઈટ પર દીવાલ ધસી પડી, 3 પૈકી 1 શ્રમિકનું મોત

જણાવી દઈએ કે આ પહેલા ગાંધીનગરમાં (Gandhinagar) નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના ઘટી હતી. કોબા કમલમ પાસે આવેલ શ્રી એરિશ નામની સાઈટ પર કામ ચાલી રહ્યું છે. દરમિયાન, કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક દીવાલ ધસી પડી હતી, જે હેઠળ ત્યાં કામ કરતા 3 જેટલા શ્રમિક દટાયા હતા. ફાયર બ્રિગેડ (Fire Brigade) દ્વરા શ્રમિકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. આ ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું જ્યારે, 2 સારવાર હેઠળ છે.

આ પણ વાંચો - Botad : લાઠીદડ ગામે નદીમાં કાર તણાયાનો મામલો, લાપતા 5 નાં મૃતદેહ મળ્યા

Tags :
Advertisement

.

×