Ahmedabad : જીવરાજ પાર્ક બાદ હવે પાનકોર નાકામાં આગનો બનાવ, રમકડાંની 3 દુકાન ભડભડ સળગી
દુકાનોમાં પ્લાસ્ટિક હોવાના કારણે ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ સ્થળે પહોંચી છે...
Advertisement
- Ahmedabad નાં પાનકોર નાકા વિસ્તારમાં લાગી ભીષણ આગ
- રમકડાં બજારમાં આવેલી ત્રણ જેટલી દુકાનો ભડભડ સળગી
- પ્લાસ્ટિક હોવાનાં કારણે આગ વિકરાળ બની, ધુમાડો દૂર-દૂર સુધી દેખાયો
- ફાયર વિભાગની 8 જેટલી ગાડીઓ ઘટના સ્થળે, જવાનોએ કામગીરી હાથ ધરી
અમદાવાદમાં (Ahmedabad) વિકરાળ આગ લગાવાની વધુ એક ઘટના બની છે. જીવરાજ પાર્ક વિસ્તાર (Jivraj Park Fire Incident) બાદ હવે પાનકોર નાકા વિસ્તારમાં આગ લાગી છે. રમકડા બજારમાં આવેલી 3 જેટલી દુકાનોમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દુકાનોમાં પ્લાસ્ટિકનો સામાન વધુ હોવાના કારણે આગ વિકરાળ બની છે અને ધુમાડાનાં ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની (Fire Department) 8 જેટલી ગાડીઓ સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા છે.

