Ahmedabad Airport પર શાહી પેનની સ્મલિંગનો પર્દાફાશ: એક પેનની કિંમત જાણી પાંપણો અદ્ધર થઇ જશે!
- Ahmedabad Airport પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી
- કસ્ટમ્સ AIU દ્વારા શંકાસ્પદ સ્કેનિંગ બાદ મુસાફરને અટકાવવામાં આવ્યો
- તપાસમાં પેન ઇરાદાપૂર્વક સામાનમાં છુપાવવામાં આવી હતી
- જપ્ત માલની અંદાજિત કિંમત 25 થી રૂપિયા 30 લાખ વચ્ચે
- દરેક પેનની કિંમત 40,000 થી 50,000 હોવાની શક્યતા
Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટ (airport) પર કસ્ટમ વિભાગની (custom) મોટી કાર્યવાહી સામે આવી છે જેમાં એક મુસાફર (passenger) બેગમાં (bag) પેન (pen) સંતાડીને લાવ્યો હતો અને મોંઘીદાટ પેન સંતાડીને લાવી ડયુટી ભરી ન હોવાની વાત સામે આવી છે, કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ કાર્યવાહી કરીને માલ જપ્ત કરવામાં આવ્યો છે, મૂલ્યાંકન પ્રક્રિયા ચાલુ છે અને આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર સ્મગલિંગનો (sumgling) પર્દાફાશ થયો છે અને કસ્ટમ વિભાગને સફળતા મળી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહી
અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે કુલ 61ડિઝાઇનર અને હાઈ વેલ્યુ ઈન્ક પેન ઝડપી પાડી હતી. ગઈકાલે જાપાનથી હો ચી મિન્હ સિટી મારફતે વિયેટજેટની ફ્લાઈટ નં. VJ-1805 માં અમદાવાદ આવેલા પોરબંદરના મુસાફર પાસેથી આ જથ્થો મળી આવ્યો હતો. લગેજના સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ વસ્તુઓ દેખાતા કસ્ટમ વિભાગે લગેજની ચકાસણી કરી હતી. જેમાંથી ३.40 હજારથી 50 હાજરની એક એવી 61 પેનનો જથ્થો મળી આવ્યો હતો.
મોંઘીદાટ ઇન્ક પેન ઉપર 35% કસ્ટમ ડયૂટી ચૂકવવાની થતી હોય
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આવી મોંઘીદાટ ઇન્ક પેન ઉપર 35% કસ્ટમ ડયૂટી ચૂકવવાની થતી હોય છે, જે મુસાફરે ચૂકવી ન હતી જેથી કસ્ટમ અધિનિયમ 1962 હેઠળ માલ જપ્ત કરાયો છે. પેનની ચોક્કસ કિંમતની હાલમાં જાણકારી નથી પરંતુ તેની પ્રીમિયમ ડિઝાઇન અને ગુણવત્તાના આધારે કુલ માલ 25 થી 30 લાખનો હોવાની શક્યતા છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઇ છે. મુસાફરે આ પેનને કસ્ટમ ડ્યૂટીથી બચાવવા માટે ઇરાદાપૂર્વક જાહેર કરી નહોતી અને લગેજમાં છુપાવી રાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ પણ વાંચો : israel iran war : શેમ્પુથી લઈ દવા સુધી રાહત!, કસ્ટમ ડ્યૂટી ઘટાડવા પર શું ફાયદો થશે? ચેક કરો આખું લીસ્ટ


