Ahmedabad airport પરથી ઝડપાયું અધધ 3 કિલો સોનું, DRIએ તસ્કરોની યુક્તિને બનાવી નિષ્ફળ
- અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું
- વર્ષ 2024માં કુલ જપ્તી 93 કિલોથી વધુ હોવાનું સામે આવ્યું
- ચોક્કસ બાતમીના આધારે DRIએ સોનાની દાણચોરી ઝડપી
Ahmedabad airport DRI Action: વિદેશમાં ગેરકાયદેસર વસ્તુ ભારતમાં આવતી હોય તેના પર ડીઆરઆઈ ખાસ નજર રાખતી હોય છે અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડે છે. ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં 93 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જે ગેરકાયદેસર દેશમાં લાવવામાં આવી રહ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીના ચતુરાઈભર્યા પ્રયાસનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: Gandhinagar: શિષ્યવૃત્તિ મુદ્દે ગાંધીનગરમાં દેખાવો, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
બાતમીના આધારે એક ભારતીય નાગરિકની અટકાયત કરવામાં આવી
ડીઆરઆઈએ કરેલા પર્દાફાશમાં બે મિની એર કોમ્પ્રેસરના પિસ્ટન પોલાણમાં છૂપાવેલું 3 કિલો સોનું જેની અંદાજે કિંમત ₹2.35 કરોડ જેટલી થાય છે તેને જપ્ત કરવામાં આવ્યું હતું. બેંગકોકથી આવી રહેલા એક ભારતીય નાગરિકને ચોક્કસ બાતમીના આધારે અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ તપાસ કરી તો 2.35 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Ahmedabad: બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત! ત્રણ આઇસર બળીને ખાખ
વર્ષ 2024 માં કુલ 66 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું
Directorate of Revenue Intelligence (ડીઆરઆઈ) એ સોનાની દાણચોરી સામે લડવામાં તેની મજબૂત કામગીરી ચાલુ રાખી છે, જેમાં વર્ષ 2024 માં અમદાવાદ અને સુરત આંતરરાષ્ટ્રીય વિમાનમથકોમાં કુલ જપ્તી 93 કિલો (આશરે ₹66 કરોડ)થી વધુ છે. ડીઆરઆઈ દાણચોરીને નિષ્ફળ બનાવવા અને નવીન છુપાવવાની પદ્ધતિઓને ઉજાગર કરવાના તેના પ્રયત્નોમાં જાગૃત રહે છે. અત્યાર સુધીમાં 36 મુસાફરોની અટકાયત કરવામાં આવી છે, જેમાં કુલ 93 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Banaskantha: ધાનેરાના ખિમતમાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું, હત્યાનું કારણ જાણી તમે પણ ચોંકી જશો