Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમદાવાદના નેતાઓને પ્રજાના કામ કરતા ઊંઘ પ્યારી; બોર્ડ બેઠકમાં જ ઊંઘી ગયા

અમદાવાદ કોર્પોરેશનની બેઠકમાં કરોડોના વિકાસ કાર્યોની ચર્ચા કરવાની હતી, પરંતુ લંચ બ્રેક બાદ દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળ્યા. શાસક પક્ષ અને વિપક્ષના કાઉન્સિલરો ખુરશીમાં જ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા. નેતાઓની ઊંઘ ઉડાડવા ચોકલેટની વ્યવસ્થા કરાઈ, છતાં કોઈ અસર ન થઈ! આટલી મોટી લાપરવાહી પકડાવા છતાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એવો લુલો બચાવ કર્યો કે સાંભળીને તમે પણ ચોંકી જશો.
અમદાવાદના નેતાઓને પ્રજાના કામ કરતા ઊંઘ પ્યારી  બોર્ડ બેઠકમાં જ ઊંઘી ગયા
Advertisement
  • અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભાના શરમજનક દ્રશ્યો (Ahmedabad AMC Councilors Sleeping)
  • લંચ બ્રેક બાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓ ઊંઘતા ઝડપાયા
  • કાઉન્સિલરોની ઊંઘ ઉડાડવા બેઠકમાં અપાઈ હતી ચોકલેટ
  • સ્પીકરના ભારે અવાજ વચ્ચે પણ નેતાઓ ઘસઘસાટ ઊંઘ્યા
  • રાજશ્રી કેસરી અને ગૌરાંગ પ્રજાપતિએ કર્યો પાંગળો બચાવ

Ahmedabad AMC Councilors Sleeping : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation - AMC) ની સામાન્ય સભામાં ફરી એકવાર શરમજનક દ્રશ્યો જોવા મળ્યા છે. શહેરમાં ચાલતા કરોડોના વિકાસ કાર્યો અને પ્રજાની સમસ્યાઓ અંગે ચર્ચા કરવાને બદલે, ચૂંટાયેલા કાઉન્સિલરો (Councilors) બેઠકમાં જ ઘસઘસાટ ઊંઘતા ઝડપાયા હતા. સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવાની જવાબદારી જેમના શિરે છે, તેવા શાસક પક્ષ અને વિપક્ષના બંને નેતાઓને પ્રજાના કામો કરતા પોતાની ઊંઘ વધુ પ્યારી લાગી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

લંચ બાદ કાઉન્સિલરોની મીઠી નીંદર

પ્રાપ્ત વિગતો અનુસાર, સભામાં લંચ બ્રેક બાદ જ્યારે પુનઃ બેઠક (Board Meeting) શરૂ થઈ ત્યારે દ્રશ્યો આશ્ચર્યજનક હતા. બપોરના જમણવાર બાદ અનેક કાઉન્સિલરો પોતાની ખુરશીમાં જ જાગવા માટે ભારે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, સભાખંડમાં સ્પીકરનો ભારે અવાજ ગુંજતો હોવા છતાં, શાસક પક્ષ ભાજપ (BJP) અને વિપક્ષ કોંગ્રેસ (Congress) ના અનેક નેતાઓએ ચાલુ સભામાં જ મીઠી નીંદર માણી લીધી હતી. નેતાઓને ઊંઘ ન આવે અને તેઓ ચર્ચામાં સક્રિય રીતે ભાગ લઈ શકે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ ચોકલેટ (Chocolates) આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ઊંઘરેટા કાઉન્સિલરો પર આ ચોકલેટની પણ કોઈ જ અસર જોવા મળી ન હતી.

Advertisement

Advertisement

Ahmedabad AMC Councilors Sleeping : 

ભાજપ અને કોંગ્રેસના નેતાઓનો લુલો બચાવ

આ સમગ્ર લાપરવાહી અને શરમજનક બાબતે જ્યારે બંને પક્ષના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે અત્યંત પાંગળો બચાવ કર્યો હતો. કોંગ્રેસના નેતા રાજશ્રી કેસરી (Rajashri Kesari) એ આંખ આડા કાન કરતા સ્પષ્ટ કહી દીધું કે, "કોણ સુઈ ગયું હતું તે અમારા ધ્યાનમાં નથી, અમારા તમામ કાઉન્સિલરો જાગતા જ હતા."

ચોકલેટ આપવામાં આવી હતી

બીજી તરફ, શાસક પક્ષ ભાજપના નેતા ગૌરાંગ પ્રજાપતિ (Gaurang Prajapati) એ પણ આ મામલે બચાવ કરતા નિવેદન આપ્યું કે, "આ બાબત અમારા ધ્યાનમાં આવી નથી, અને જ્યાં સુધી ચોકલેટ આપવાની વાત છે, તો તે કોઈ નવી વાત નથી, સામાન્ય રીતે બેઠકમાં કાઉન્સિલરોને ચોકલેટ આપવામાં આવતી જ હોય છે." પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી આ મહત્વપૂર્ણ બેઠકમાં નેતાઓની આ પ્રકારની ઘોર બેદરકારી શહેરભરમાં ભારે ચર્ચાનો અને ટીકાનો વિષય બની છે.

આ પણ વાંચો : Ahmedabad: 'રોકાણકારોની સુરક્ષા આપણી જવાબદારી' ASSOCHAM સમિટમાં DyCM ની મોટી જાહેરાતો!

Advertisement

.

×