Ahmedabad : ચોમાસામાં લોકોને તકલીફ ન પડે તે માટે AMC એ કંટ્રોલ રૂમ શરૂ કર્યા
- ચોમાસાની સિઝન લઈને AMC દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા (Ahmedabad)
- અમદાવાદ શહેરનાં તમામ ઝોનમાં કંટ્રોલ રૂમની શરૂઆત કરાઈ
- શહેરનાં લોકો માટે કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા
- 407 જગ્યા પર કુલ 1274 CCTV કેમેરા નજર રાખવામાં આવશે
અમદાવાદમાં (Ahmedabad) ચોમાસાની સિઝનમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસાની સિઝન લઈને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. શહેરનાં તમામ ઝોનમાં આ કંટ્રોલ રૂમ (Control Rooms) શરૂ કરાયા છે. શહેરનાં લોકો માટે કંટ્રોલ રૂમનાં નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ 407 જગ્યા પર કુલ 1274 CCTV કેમેરા લગાવવામાં આવશે.
આ પણ વાંચો - Ahmedabad : ઠક્કરનગર પાસે મોડિફાઇડ બાઇકરિક્ષામાં ગૌમાંસ લઈ જતી 2 મહિલા ઝડપાઈ, Video વાઇરલ
શહેરનાં લોકો માટે કંટ્રોલ રૂમ નંબર જાહેર કરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને હાલાકી ન ભોગવી પડે તે માટે એએમસી દ્વારા આગોતરા તૈયારીઓનાં ભાગરૂપે શહેરનાં તમામ ઝોન માટે કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી છે. આ કંટ્રોલ રૂમ થકી નાગરિકો પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકશે. એએમસી દ્વારા કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા શહેરની 407 જગ્યાઓ પર કુલ 1274 જેટલા CCTV કેમેરા પણ લગાવવામાં આવશે. જો કે, સ્માર્ટ સિટી અંતર્ગત 225 જગ્યાઓ પર 1099 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Mehsana : કડીમાં વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીએ 10 વર્ષનાં બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું
શહેરનાં 22 અંડરપાસ પર 45 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા
માહિતી અનુસાર, શહેરનાં ચાર રસ્તા પર PTZ 130 જગ્યાઓ પર 130 સીસીટીવી કેમેરા (CCTV Cameras) લગાવવામાં આવ્યા છે. જ્યારે, શહેરનાં 22 અંડરપાસ પર 45 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. વરસાદી (Monsoon) પાણી ભરાઈ જાય અથવા રોડ બેસી જાય, વૃક્ષ કે મકાન ધરાશાયી થાય સહિતની ઘટનાનો તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે, તેમ જણાવ્યું છે.
હેલ્પલાઇન નંબર :
મુખ્ય કંટ્રોલ રૂમ
> પાલડી : 079-26582520, 26582530
> મધ્ય ઝોન : 079-25353858,079-25353717
> પશ્ચિમ ઝોન : 079- 27550910
> ઉતર-પશ્ચિમ ઝોન : 079- 26871206,079-27711533
> દક્ષિણ-પશ્ચિમ ઝોન : 079- 29910161
> પૂર્વ ઝોન : 079-22970422
> દક્ષિણ ઝોન: 079-25465399
> ઉતર ઝોન : 079-22801182, 079-22842926
આ પણ વાંચો - Surat : વધુ એક મોડલનો આપઘાત, 23 વર્ષીય અંજલીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું